SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૬ ગણિત-રહસ્ય અહીં વિશેષમાં એટલું જણાવવા ઈચ્છીએ છીએ કે કઈ વ્યક્તિના બંને હાથમાં એક કે બંને હાથમાં બેકી હોય તે પણ તેને નિશ્ચયાત્મક ઉત્તર આપી શકાય છે. પ્રયોગ થે * ગણિતજ્ઞ–તમારા બંને હાથમાં એકી ધારો અથવા બંને હાથમાં બેકી ધારે. આ બંને રકમ બે અંકની હોવી જોઈએ. જિજ્ઞાસુ-એ પ્રમાણે સંખ્યાઓ ધારી. ગણિતજ્ઞતમારા ડાબા હાથમાં રહેલી સંખ્યાને ૨૦થી ગુણે. જિજ્ઞાસુ-ગુણી. ગણિતજ્ઞતેમાં પાંચ ઉમેરે. જિજ્ઞાસુ-ઉમેર્યા. ગણિતજ્ઞ–આ રીતે આવેલી સંખ્યાને પ થી ગુણે. જિજ્ઞાસુ-ગુણ્યા. ગણિતજ્ઞ–આ રીતે આવેલી રકમમાં જમણા હાથની સંખ્યા ઉમેરે. જિજ્ઞાસુ–ઉમેરી. ગણિતજ્ઞ–તેમાં ચાર ઉમેરો. જિજ્ઞાસુ-ઉમેર્યા. ગણિતજ્ઞ–આવેલું પરિણામ કહો. જિજ્ઞાસુ-૧૪૫૪. ગણિતજ્ઞતે તમે બંને હાથમાં એકી સંખ્યાઓ ધારી છે. જિજ્ઞાસુ-ઉત્તર બરાબર છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005357
Book TitleGanit Rahasya
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan Mandir
Publication Year1966
Total Pages214
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy