________________
અગણિત રહસ્ય પાંચમું ચિત્ર-પાઉંનું છે. ત્યાં સંબંધ એમ જોડવાને કે
અમુક વ્યક્તિ પાઉને નાસ્તો કર્યા બાદ જવારા રેપે છે; વગેરે.
ભૂમિકાચિત્ર તે અવધાનકારના મસ્તિષ્કમાં સ્થિર જ હોય છે. તે એક પછી એક યાદ કરતાં અનુક્રમે નપગે, રમેશ, જહાન, દશાંગ અને જવારા શબ્દોનું ઉદ્દધન થાય છે અને તેનું અંકમાં પરિવર્તન કરતાં ૧૫૩, ૨૬૮, ૪૯૧, ૦૮૩ અને ૪૭ર એ અંકે કહી શકાય છે. અમે આ રીતે સે અંક સુધીની રકમનું અવધારણ કરેલું છે.
સામાન્ય રીતે અવધાનકારે સંખ્યાવધારણના પ્રયોગમાં ૨૭, ૩૦, ૩૬ કે ૪૮ અંકની સંખ્યાઓ લે છે, તેના જુદા જુદા ટુકડાઓ વિલે-કમે થોડા થોડા સમયના અંતરે સાંભળે છે અને છેવટે તે બધાનું અનુસંધાન કરીને કલાકે બાદ તેની મૂળ રકમ કહી સંભળાવે છે, જે સાંભળતાં પ્રેક્ષકેના આશ્ચર્યને પાર રહેતા નથી.
પ્રસિદ્ધ ગણિતજ્ઞ શ્રી આર્યભટ્ટે સંખ્યાઓનું શબ્દમાં પરિવર્તન કરવા માટે કટપયાદિપદ્ધતિ જ હતી અને તેના આધારે દક્ષિણમાં કેરલપદ્ધતિ યોજાઈ હતી.
અરબી તથા ફારસી ભાષામાં પણ અંકેનું શબ્દમાં પરિવર્તન કર્યાના કેટલાક દાખલાઓ મળી આવે છે, એટલે અંકનું શબ્દમાં પરિવર્તન કરવાની પદ્ધતિ પરત્વે ઘણું પ્રાચીન કાલથી સુનું ધ્યાન ખેંચાયેલું છે અને તે આજે પણ અંક યાદ રાખવાની બાબતમાં પિતાનું વિશિષ્ટ સ્થાન ધરાવે છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org