________________
૧૦૬
ગણિત-રહસ્ય ગણિતજ્ઞ–હવે હું તમારા બધાને એક જ જવાબ આપું છું, તે સાંભળી લે. તમારી સંખ્યાને પહેલે અંક ૧ છે કે જે એક્તાનું સૂચન કરે છે. તમે ગમે તે ધર્મ પાળતા હે, ગમે તે જાતિના હે, દેશની બાબતમાં સહુએ એક થઈને રહેવું ઘટે છે. તે જ આપણે આઝાદી સાચવી શકીશું અને આ દુનિયામાં આપણું મસ્તક ઊંચું રાખી શકીશું. '
તમારી સંખ્યાને બીજો અંક પ છે, જે પંચવર્ષીય જનાને ખૂબ કુનેહથી પાર પાડવાનું સૂચન કરે છે. આ જનાઓ પાર પડે તે દેશને સર્વાગી વિકાસ થાય અને ગરીબાઈ તથા બેકારીને પિતાનું મહે છૂપાવવું પડે.
તમારી સંખ્યાને ત્રીજો અંક ૩ છે, જે ત્રણ વસ્તુઓ પર કાબૂ રાખવાનું સૂચન કરે છેઃ (૧) મન પર કાબૂ રાખે, (૨) વચન પર કાબૂ રાખે અને (૩) કાયા પર કાબૂ રાખો. આમાંથી એકના ઉપર કાબૂ ગુમાવ્યું તે અનેકવિધ દુઃખેને સામને કરવો પડશે અને જીવન બરબાદ થઈ જશે.
તમારી સંખ્યાને અંક ૯ છે, તે બરાબર છે? સભાજનો-હાજી.
ગણિતજ્ઞ–આ ૯ ને અંક પૂર્ણ થવાનું સૂચન કરે છે, એટલે કે તમે તમારા જીવનને એવા ગુણોથી ભરી દો કે તેમાં ક્યાંઈ અધૂરાપણું લાગે નહિ. ૯ ને ગમે તે અંકથી ગુણે તે પણ હું જ રહે છે, તેમ તમે પણ જીવનની ગમે તે અવસ્થામાં શાંત-સ્થિર–સ્વસ્થ રહે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org