________________
૧૦૪
ગણિત રહસ્ય
અનેક દૃષ્ટાંતા આપેલાં છે, પરંતુ ગણિતશાસ્ત્રની એ અલિ હારી છે કે તે ત્રણ-ચાર-પાંચ નહિ, પચીસ-પચાસ કે સા નહિ, પરંતુ હજારા પ્રશ્નના એક જ ઉત્તર આપી શકે છે અને તે ખરે હાય છે.
આ પ્રયાગ નીચેની રીતે થાય છે ઃ
ગણિતજ્ઞ—સભાજને ! તમારા દરેકની પાસે કાગળ અને પેનસીલ હશે, એમ માનું છું. ન હેાય તેા સ્વયંસેવક તમને હમણાં જ વહેંચી દેશે.
સ્વયંસેવકે કાગળની કાપલીઓ વહેંચી દે છે.
ગણિતજ્ઞ—તમે દરેક તમારી મરજીમાં આવે એવી એક પાંચ આંકડાની. સંખ્યા લખા. ૧૦૦૦૦ દશ હજારથી માંડીને ૯૯૯૯૯ નવાણું હજાર નવસે ને નવાણું સુધી પાંચ અંકની સંખ્યા હાય છે, એટલે કે તેના ૮૯૯૯૯ નેવાશી હજાર નવસો ને નવાણુ વિકલ્પા છે. તેમાંથી ગમે તે એક વિકલ્પ ગ્રહણ કરે., પણ તેમાં એટલું ધ્યાનમાં રાખવાનુ છે કે સખ્યાના પહેલા અંક છેલ્લા એક કરતાં (એકમ કરતાં) માટો હાવા જોઈએ. દાખલા તરીકે પર૪૩૧ ની રકમમાં પહેલા પાંચડા છે અને છેલ્લે એકડા છે, એટલે તે સખ્યા મારા કહ્યા મુજબની છે. અહીં ૧ના સ્થાને ૨, ૩ કે ૪ હાય તા ચાલી શકે, પણ ૬, ૭, ૮ કે ૯ ચાલી શકે નહિ, કારણ કે તે પહેલા એક કરતાં મોટા છે. બસ, આટલું ધ્યાનમાં રાખી હવે પાંચ અંકની કોઈ પશુ સંખ્યા લખેા.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org