________________
ગણિત કોયડા ડોસીએ પાસે બેઠેલા એક ઉતારુને કહ્યું: “ભાઈ ! આ ગાર્ડસાહેબ કહે છે તે મુજબ કેટલી ગાડીઓ મળશે ?’ ઉતારુએ શું જવાબ આપવો ?
(૧૫૩) પેકિંગ કરનાર મજૂરો એક વેપારીને કેટલોક માલ સ્ટીમરમાં ચડાવવો હતો. તેને એક મજૂર એવો મળ્યો કે જે બધો માલ ૬ દિવસમાં પેક કરી આપે. બીજો મજૂર એવો મળ્યો કે જે બધો માલ ૩ દિવસમાં પેક કરી આપે. પણ તે વેપારીને તો બધો માલ એક જ દિવસમાં પેક કરાવવો હતો, તો તેણે ત્રીજો મજૂર કેવો શોધવો જોઈએ કે જેથી ત્રણે મળીને એક દિવસમાં બધું કામ પૂરું કરે ?
(૧૫૪)
આગગાડીના ઉતારુઓ આગગાડીના એક ડબ્બામાં ૪ ખાનાં ખાલી હતાં. તેમાં પૂના જનારા ઉતારુઓ બેઠા. હવે જો પહેલા ખાનામાંનો એક ઉતારુ બીજા ખાનામાં જાય તો ત્યાં પહેલા ખાનાથી ત્રણગણા માણસો થાય, જો બીજા ખાનાનો એક માણસ ત્રીજામાં જાય તો ત્યાં બીજા ખાના કરતાં ત્રણગણા થાય, પરંતુ જો બીજા ખાનામાંનો એક ચોથામાં જાય તો તે ખાનામાં બીજાથી બમણા રહે અને જો ચોથા ખાનાનો એક ઉતારુ પહેલામાં જાય તો ત્યાં (ચોથા ખાનામાં) દોઢગણા રહે તો દરેક ખાનામાં કેટલા ઉતારુઓ બેઠા હશે?
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org