SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ ગણિત કોયડા રામકુમાર ગુજરી ગયા ત્યારે તેમની પાછળ વિધવા સ્ત્રી, ૪ પુત્રો અને ૩ પુત્રીઓ હતાં. તેમને માટે તેમણે પોતાની ૬૨,૦૦૦ રૂપિયાની મિલકતનું વીલ એવી રીતે કર્યું હતું કે, મારા દરેક પુત્રને મારી દરેક પુત્રી કરતાં ત્રણગણા પૈસા મળે અને મારી દરેક પુત્રીને તેની માતા કરતાં બમણા પૈસા મળે. તો વિધવા સ્ત્રીને ભાગ કેટલા રૂપિયા આવે ? (૧૦૦) બે જણ જમવા બેઠા હતા. તેમની આગળ ૨૦ લાડુ અને ૨૦ પૂરીઓ હતી. તેમાં એક જણ ઘણો હોશિયાર હતો. તેણે બીજાને કહ્યું કે, “આપણે એક બાજોઠ પર લાડુ અને પૂરીઓ ગોઠવીએ. તેમાં ૧-૨-૩ ગણતાં દશમી વસ્તુ આવે તે હું ખાઈશ અને ત્યાર પછી ૧-૨-૩ ગણતાં દશમી વસ્તુ આવે તે તું ખાજે.” પેલાએ શરત કબૂલ કરી. હવે પેલા માણસે લાડુ અને પૂરીની ગોઠવણ એવી રીતે કરી દીધી કે બધા લાડુ તેના ભાગમાં આવ્યા અને બધી પૂરીઓ પેલાના ભાગમાં આવી તો એ ગોઠવણ કેવી રીતે કરી હશે ? (૧૦૧) સાવ સહેલું ! જો પાંચ વખત ચારની કિમત તેત્રીશ થાય તો ચાળીસના ચોથા ભાગની કિંમત શું થાય? (૧૦૦) વરસાદની સરેરાશ એક પ્રદેશમાં લાગલાગટ દોઢ અઠવાડિયા સુધી વરસાદ થયો. તેમાં ૩૧ ઇચ પાણી પડ્યું તો વરસાદની રોજની સરેરાશ કેટલી? Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005356
Book TitleGanit Koyda
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year1993
Total Pages130
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy