________________
ગણિત કોયડા (૩૫) કરસન પાસે કેટલીક બકરીઓ હતી. કાળુ પાસે કેટલાંક ઘેટાં હતાં અને મેઘા પાસે કેટલીક ગાયો હતી. આ ત્રણે વચ્ચે મિત્રાચારીભર્યો સારો સંબંધ હતો. હવે એક વખત ત્રણે જણ સાથે બેઠાં હતાં ત્યારે વાતવાતમાં કરસને કહ્યું: “મેઘા ! મારે એક ગાયનો ખપ છે. જો તું મને ગાય આપીશ તે બદલામાં ૬ બકરીઓ આપીશ અને તારી પાસે મારા કરતાં બમણાં પશુ થશે.” કાળુએ કહ્યું: “મેઘા મારે પણ ગાયનો ખપ છે. જો તું મને ગાય આપીશ તો બદલામાં તને ૧૪ ઘેટાં આપીશ અને તેથી તારી પાસે મારા કરતાં પાંચગણાં પશુ થશે.' તો એ ત્રણે પાસે પશુઓ કેટલાં હશે?
(૩૬) એક સ્ત્રી બજારમાં કેટલોકમાલ ખરીદવા ગઈ. હવે તેણે ત્યાંથી કેટલીક વસ્તુઓ ખરીદી. પછી ઘરે આવીને પૈસા ગણ્યા તો જેટલા રૂપિયા હતા, તેટલા આના રહ્યા અને જેટલા આના હતા, તેના અર્ધા રૂપિયા રહ્યા. તો તે સ્ત્રી બજારમાં ગઈ ત્યારે તેની પાસે કેટલા પૈસા હશે?
(૩૭) જૂના જમાનાની આ વાત છે, જ્યારે આ દેશમાં બધી વસ્તુઓ ઘણી સસ્તી મળતી. એ વખતે એક પિતાએ પુત્રની પરીક્ષા કરવા માટે તેને એક પૈસો આપ્યો અને કહ્યું કે, બેટા ! અત્યારે બજારમાં ૧ પૈસાનાં નાગરવેલનાં પાન ૭ મળે છે, સોપારી ૨૧ મળે છે અને લવિંગ ૧૦૫ મળે છે. મેં તને આપેલા પૈસામાંથી તું બધી વસ્તુઓ સરખા પ્રમાણમાં લઈ આવ. હવે પુત્રે એ કામ શી રીતે કરવું?
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org