________________
આ પણ જિનેશ્વરે કહેલું છે, કે કેટલાક જીવો તેવાં કર્મને ઉદય થતાં જુદી જુદી યોનિ વાળા પૂર્વ કર્મના લીધે જુદાં જુદાં ત્રસ થાવર જીના સચિત્ત અથવા અચિત્ત સરીરમાં અગ્નિના રૂપે પ્રકટ થાય છે, જેમકે પચેંદ્રિય તીર્થંચ યોનિયા હાથી કે પાડા વિગેરેના યુદ્ધમાં દાંતે દાંત કે સીંગડા સાથે સીંગડું આથડતાં અગ્નિના તણખા નીકળે છે, છે, તે જ પ્રમાણે અચિત્ત અચિત્ત હાડકાં પરસ્પર ઘસાવાથી અગ્નિ પ્રકટે છે, તે પ્રમાણે બેઇદ્રિય વિગેરે શરીરમાં જ્યાં અગ્નિ ઉત્પન્ન થાય તે જવું, સ્થાવરમાં વનસ્પતિમાં અરણના લાકડાં ઘસાવાથી તથા લોઢું અને ચકમક કે આરસપાણ સાથે ઘસતાં તથા રેશમ કે ઉનનાં નવાં કપડાંમાંથી તણખા નીકળે, તથા હાલમાં વીજળી કેલસાની અણીઓ જોરથી ચક્કરમાં ફરતાં જે ઉત્પન્ન થાય છે તે તથા બેટરીમાં અમુક વસ્તુઓ ભરવાથી દીવા થાય છે, તે બધા અગ્નિકાયના જીવે છે, તે અગ્નિરૂપે થયેલા છે તે જુદા જુદા ત્રસ થાવમાં રહેલ ચીકાશ કે બળવા યોગ્ય પદાર્થને આહાર કરે છે, આ બધું તેમના પૂર્વ કર્મોને લીધે થાય છે અને તેને રંગ રસ ગંધ સ્પર્શ તથા આકાર જુદો જુદો છે, હવે વાયુકાયનું કહે છે,
अहावरं पुरक्खायं इहेगतिया सत्ता णाणाविहजोणिया जावकम्मनियाणेणं तत्थ बुकमा
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org