________________
૨૫૬ આ શ્રાવકને કઈ ધમે પૂછે તે પોતે આ પ્રમાણે સમજાવી શકે, જે ભાઈ! આ નિગ્રંથ જિનેશ્વરનું વચન છે, તેમાં આ સાચું તત્વ છે, કારણકે તેમાં સાચી પ્રરૂપણ છે, તથા સમજાવી શકે કે આજ પરમાર્થ (મોક્ષમાર્ગ) છે, કારણકે સેના માફક તેની કસોટી લે તાપ દે છેદ કરે તો પણ તે શુદ્ધપણું ન મુકે, બાકીના બધા મતવાળા લૈકિક તીથિકેએ કહેલો અનર્થરૂપ વિષય છે, કારણકે તેમાં યુકિતઓ ઘટતી નથી) આ વિશેષણથી બતાવ્યું કે તેને સમ્યગદર્શન ફરસેલું છે, હવે તે શ્રાવકને સમ્યગદર્શન અને જ્ઞાન વડે શું ગુણ થયે તે બતાવે છે, ઉચ્છિત પ્રખ્યાત–સ્ફટિક રત્ન જે નિર્મળ યશવાળે થય છે, તથા જેના ઘરના દરવાજા સદા ખુલ્લા છે કે કેઈ અન્યતીથિ આવે અને કહેતે પણ તે ભલે કહે, પણ તેના ભરમાવ્યાથી પરિજન પણ સમ્યકત્વથી ચલાયમાન ન થાય, તથા રાજાઓને જે વહાલાં સ્થાન અંત:પુર વિગેરે છે, તેને ત્યાં જવાની રજા છે, અર્થાત બીજા લેકેને જ્યાં જવાને નિષેધ છે, ત્યાં ખજાનામાં કે રાણીવાસમાં પણ શ્રાવકના ઉત્તમ ગુણેથી પ્રખ્યાત હોવાથી આ શેઠ બધે ઠેકાણે સુખથી જઈ શકે છે, તે જ પ્રમાણે ચાદસ આઠમ વિગેરે તિથિઓમાં તેમ તીર્થકરના મહા કલ્યાણક સંબંધી પ્રખ્યાત પુણ્ય તિથિઓમાં તેમ ચેમાસીની ત્રણ પુનમેમાં ધર્મ દિવસે જાણુને પરિપૂર્ણ પિસહવ્રત લે છે, તે ૧ આહાર ૨ શરીર સત્કાર ૩ અબ્રહ્મચર્ય છે અને ઘર વેપાર એ ચારે છેડીને.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org