________________
૨૨૯
અધમ અસુર દેવામાં પણ કયાંથી ગતિ મળે? વળી બ્રાશ્રણેજ ઉંચા એવો જાતિમદ ન કરે, કારણકે કર્મના વશથી આ જીવને વિચિત્ર જાતિમાં જવું પડે છે, અને તે જાતિ પણ કાયમ રહેતી નથી,
વળી કેટલાક કહે છે કે બ્રાહ્મણે એટલા માટે ઉંચા છે કે બ્રહ્માના મુખમાંથી તેઓ જમ્યા છે, બાહુમાંથી ક્ષત્રિયો છાતીમાંથી વૈશ્ય અને પગમાંથી શુદ્રો જમ્યા છે, પણ આ વચન અપ્રમાણ હોવાથી નિરર્થક છે, છતાં તે સાર્થક માનતા હોય તે એકમાંથી જન્મેલા થડ શાખાડાળા વિગેરેના અગ્રભાગો ફણસ તથા ઉંબર વિગેરેનાં ફળમાફક કંઈ વિશેષતા વણેમાં નહિ થાય કારણકે બધાં ઝાડને ફળ જુદે જુદે સ્થળે લાગવા છતાં કઈ નીચાં ઉંચાં ગણાતાં નથી અથવા બ્રહ્માના મુખ વિગેરે ચાર અવયમાંજ ચાર વર્ણની પ્રાપ્તિ થશે, એટલે બ્રહ્મોના પગે શુદ્ર જેવા થશે, એટલે જેમ શુદ્રને અડતા નથી, તેમ બ્રહ્માના પગને તમારાથી અડાશે નહિ, આ વાત બ્રાહ્મણેને ઈષ્ટ નહિ થાય, અથવા જે તે બ્રાહ્મણ વિગેરેની બ્રહ્માના મુખ વિગેરેમાંથી ઉત્તિજ થઈ હોય તે હાલ કેમ તેવું થતું દેખાતું નથી ? અને એમ કહે કે જે પ્રથમ થતું તે હાલ ન થાય, તે માના પેટમાં બાપના બીથી જન્મેલા બ્રાહ્મણ વિગેરે નજરે થતા દેખાય તે હું માને, અને જે અસંભવ છે, તેની કલ્પના કરવાનું બતાવે છે, તે કોણ માનશે? ( અર્થાત્ માના પેટમાં
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org