________________
૧૪૬ णत्थि किरिया अकिरिया वा णेवंसन्नं निवेसए ॥ अस्थि किरिया अकिरिया वा एवंसन्नं निवेसए ।
છે – ૨૨ વેદના અને નિર્જરા ક્રિયા અને અક્રિયાને આધીન છે, તેને સદ્ભાવ અને તથા પ્રનિષેધન નિષેધ બતાવે છે, ક્રિયા-હાલવું ચાલવું વિગેરે, અને તેથી ઉલટું ન હાલવું તે અક્રિયા છે, આ બંને નથી એવું સાંખ્ય મતવાળા આકાશ માફક આત્માને સર્વ વ્યાપી માનતા હોવાથી હાલવા ચાલવાની ક્રિયા નથી માનતા, અને બૌદ્ધ મતવાળાઓ બધા પદાર્થોમાં ક્ષણિકત્વ માનતા હોવાથી સમય સમયે જુદું જુદું ઉત્પન્ન થવાથી પદાર્થમાં જ સત્તા છે, પણ તે સિવાયની બીજી ક્રિયાનથી, તે જ કહ્યું છે.
भूतिर्थेषां क्रिया सैव, कारकं सैव चोच्यते
જેમનામાં ભૂતિ છે, તે જ ક્રિયા છે, અને તે જ કારક છે (સંતતિ પરંપરાને કારક કહે છે, તેમ જ બધા પદાર્થોને દરેક ક્ષણે અવસ્થા બદલાતી હોવાથી સદાએ સક્રિયત્ન છે, માટે અકિયત્વ એકાંતથી ન જ હોય, આવી ખોટી સંજ્ઞા ન ધારે, ત્યારે શું માનવું? ક્રિયા છે, તેમ અક્રિયા પણ છે. આવું મંતવ્ય ધારે, હવે જેનાચાર્ય ક્રિયાનાં કારણ આપે છે, શરીરધારી આત્મા દેશાંતર જાય છે, એટલે એક દેશથી બીજે દેશ જાય છે, તે હાલવા ચાલવાની ક્રિયા પ્રત્યક્ષ છે,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org