________________
૧૪૧ નશે ચડે છે. આ જીવત્વને અજીવત્વ રૂપે બનાવનાર સંબંધ વિના થાય છે, તેવું નહિ કહી શકે, માટે તમારું કહેવું નકામું છે, વળી સંસારી જીને હંમેશાં તેજસ કાર્પણ શરીર સાથે રહેવાથી એકાંત અમૂર્તત્વ નથી, પણ કઈ અંશે મૂતત્વ છે, તેમજ બંધને પ્રતિપક્ષ એક્ષપણ છે, તેના અભાવમાં બંધને પણ અભાવ છે, માટે અશેષ બંધનને અપગમ ( નાશ ) સ્વભાવવાળો મોક્ષ છે તે સંજ્ઞા ધારે, હવે બંધ મોક્ષનું નકી થવાથી પુણ્ય પાપનો અવશ્ય સભાવ થશે, તે સંબંધી આચાર્ય શિષ્યને બેધ આપે છે, णत्थि पुण्णे व पावे वा, णेवं सन्नं निवेसए, अस्थि पुण्णे व पावेवा, एवं सन्नं निवेसए ॥सू१६
શુભ પ્રકૃતિ (મુખ) રૂપ પુણ્ય નથી તેથી ઉલટું દુઃખ રૂપ પાપ નથી, એવી સંજ્ઞા ન ધારે, વાદી પુણ્ય પાપંઉડાવવા આવું પ્રમાણ આપે છે, કે કેટલાકને મતે પુષ્ય નથી, ફક્ત પાપજ તેની ઉત્કૃષ્ટ અવસ્થા છે, તે જ સુખ દુઃખનું નિબંધન છે, બીજાઓને મતે પાપ નથી, તેઓ એવું માને છે કે જ્યારે પુણ્ય ઘટે ત્યારે જીવ પાપ કરે છે, કેટલાકના મતમાં બંને નથી, તેઓ એવું માને છે કે આ સંસારમાં જીવની જે વિચિત્રતા દેખાય છે, તે નિયતિના સ્વભાવથી છે, જેનાચાર્ય
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org