________________
૧૩૬
વિદ્યમાન છતાં તેને જે માયા સ્વમ ઇંદ્રજાળ વિગેરે સ્થાપીએ એ પછી કેને આશ્રયી આ માયાદિક સ્થાપશે,
सर्वाभावो यथाभीष्टो युक्तयभावे न सिध्यति, सास्ति चेत्सैव न स्तत्वं, तत्सिद्धौ सर्वमस्तु सद् ॥१॥
જે તમને બધા પદાર્થને અભાવ પસંદ છે, તે યુકિતને અભાવ થતાં તમારી વાત અયુકિતવાળી થશે, પણ જે તમે યુક્તિ સાચી માને તે તે યુક્તિ જ અમારું તત્વ છે, અને તે સિદ્ધ થતાં બધું સત્ય થશે, પણ અભાવ નહિ થાય, વળી અવયવ અવયવીની કલ્પનાએ દૂષણ આપશે તે તે જૈન મતમાં શું તત્વ છે, તેનાથી તમે અજાણ છે, તે જિનેશ્વરને મત આ પ્રમાણે છે, કે ન એકાંતથી અવયવે છે. તેમ એકાંતથી અવયવ પણ નથી, અહીં કેઈ અંશે એ
સ્યાદવાદ મત સ્વીકારવાથી તમારે વિકલ્પ દેષ ઉત્પન્ન થતો નથી, તેથી કઈ અંશે લેક છે, તેમ કેઈ અંશે એકપણ છે, (પરમાણું પણ અવધિજ્ઞાની કે કેવળ જ્ઞાની દેખે છે અને આપણી આંખની શક્તિ પ્રમાણે ઓછું વધતું દેખાય, ચશ્માથી વધારે દેખાય, સૂક્ષ્મ દર્શક યંત્રથી ઘણું ઝીણું દેખાય, તેમ દૂર રહેલું આંખથી ન દેખાય તે દૂરબીનથી દેખાય છે, એટલે પદાર્થ છે, તે દેખવાના સાધન પ્રમાણે દેખાય છે, પણ જે નથી તેવા આકાશનું કમળ કે ગધેડાનું સીંગડું કેઈથી કયાંય દેખાવાનું નથી, માટે જે વસ્તુ જે છે, તે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org