________________
ર૩ર
વ્યપદેશ થવા જોઈએ, પણ તેવું થતું નથી, માટે કારણમાં કાર્ય નથી, વળી એમ તમે માનો કે ગુપ્ત રીતે રહેલા છે, તેવું પણ નથી, જે હોય તે બધા રૂપે થવો જોઈએ, તેમ એ-- કાંતથી અસત કાર્યવાદ પણ નથી જ, જે તેમાં એકાંત અસદુ છે, તો તેમાંથી જેમ માટીના કુંદામાંથી ઘડે થાય, તેમ આકાશનાં કમળ પણ થવાં જોઈએ, પણ તેમ થતું જોવાતું નથી, તેમ ઈષ્ટ પણ નથી, વળી એ પ્રમાણે માનતે બધાનું બધામાંથી કાર્ય કારણ ભાવને અનિયમ થાય, એ પ્રમાણે શાલિના અંકુરાને અથી શાલિ બીજને ગ્રહણ કરી લે, પણ તે લેતા નથી માટે તમારૂં તે કહેવું નકામું છે, નિયમથી બુદ્ધિથી વિચાર કરનાર ઉપાદાનકારણ વિગેરેમાં પ્રવૃત્તિ રાખે છે, માટે અસત્ કાર્યવાદ નથી, તેથી સર્વે પદાર્થોમાં સત્વ યત્વ પ્રમેયત્વ વિગેરે ધર્મોવડે કોઈ અંશે એકપણું છે, તેમ પ્રતિનિયત પદાર્થના કાર્ય પણે જે અર્થ ક્રિયાકારી તેજ પરમાર્થથી સત છે, માટે કે અશે ભેદ છે, તેથી સામાન્ય વિશેષ આત્મકવસ્તુ છે, એમ નક્કી થયું,આ વડે સ્યાત અસ્તિ ચાત્ નાસ્તિ આ બે ભાંગાવડે બાકીના પાંચ ભાંગી પણ જાણવા, તેથી સર્વ વસ્તુ સમ ભંગી સ્વભાવ વાળી છે, તે બતાવે છે, સ્વદ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવની અપેક્ષાએ કઈ અંશે છે, પણ બીજા દ્રવ્યવિગેરેની અપેક્ષાથી નાસ્તિ (નથી) આ બે ધર્મોને સાથે કહેવાનું અશક્ય હોવાથી સ્યાહૂ અવક્તવ્ય છે, કોઈ અંશે પોતાના દ્રવ્ય વિગેરેની અપેક્ષાએ અસ્તિ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org