________________
૧૨૯
કોઈ વખત સંશય પડતાં તીર્થકરને પૂછવા મેકલતાં નવું શરીર બનાવે તે આહારક છે, એ લેવાથી વૈકિયપણુ દેવ નારકીને જાણી લેવું, તેમ કર્મથી બનેલું કાર્મણ તેની સાથે હમેશાં રહેનારું તેજસ પણ સાથે લેવું, આદારિક વૈકિય આહારક સાથે અને તેજ સકામણ સાથે રહેતાં હોવાથી કોઈને શકે થાય કે આ એકમેક છે કે તદન જુદાં છે, તે શંકાનું સમાધાન કરવા કહે છે કે આ દારિક શરીર તેવાં જ તેજસ કામણ શરીરે છે, તેમજ વિકિક શરીર તેજ તેજસ કામણ છે; આવી એકાંત માન્યતા ન કરવી કે તે બંને તદન એક સરખાં છે, તેમ આવી શંકા પણ ન કરવી કે તે બંને તદન જુદાં છે, અર્થાત કઈ અંશે એક્તા છે, કેઈ અંશભિન્નતા છે, હવે તે સંબંધી યુતિ બતાવે છે, જે આપણે એકાંત (તદ્દન) અભેદ (એક સરખાં) માનીએ, તે દારિક ઉદાર પુગલથી બનેલું અને કર્મ વર્ગણાથી બનેલું કામણ જે આ બધાં સંસાર ભ્રમણનું કારણભૂત છે, અને તેજ (ગરમી) દ્રવ્યોથી બનેલું તૈજસ જે આહાર પચાવવાના કામનું છે, તથા તેજસ લબ્ધિથી મળેલું છે, આવી દરેકમાં સંજ્ઞા ભેદવડે ન થાય, તથા ઔદારિક શરીરથી ધર્મ અધર્મની કિયા થાય છે, તે પણ ન થાય, માટે એક્તા નથી, આવું જાણુને કેઈએમ કહી દે કે તદન જુદાં છે, તે પછી ઘડા માફક બીજા દેશ કાળમાં પણ મળવાં જોઈએ, (અર્થાત્ કેઈનું ઔદારિક અમદાવાદમાં હોય અને તેનું તેજસ મુંબઈમાં હેય પણ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org