________________
૧૧૭
આવું એકાંત ન બોલાય, કારણકે આપણી આંખો સામે જ બધા પદાર્થો નવા જુના દેખાય છે, તથા ઘડા વિગેરે ફુટતા દેખાય છે, તેવી લેકમાં પણ પ્રવૃત્તિ છે કે નવું જુનું થાય છે, ઘડો ફુટ વિગેરે બોલાય છે, વળી પલક આશ્રયી પણ આત્માને નિત્ય માનતાં બંધ કે મોક્ષને કે સ્વર્ગને અભાવ થાય, તેથી દીક્ષા લેવી યમ નિયમ (વ્રત પશ્ચકખાણ) વિગેરે કરવા તે નિરર્થક થતાં તે વ્યવહાર ઉડી જાય, આવું આવું બદલાતું દેખીને કેઈ એકાંત અનિત્ય માને તે પણ વ્યવહાર ન થાય, લેકે નાશ થવાનું જાણે તે ભવિષ્યમાં પિતાને કે પુત્ર પિત્રાદિને કામ લાગશે તેવું માનીને કઈ ધન ધાન્ય ઘડે કપડાં વિગેરે સંઘરે, નહિ, તથા પરલેકમાં આત્મા જ નથી, અહીંજ મરી નાશ થાય છે, તે પછી મેક્ષ માટે દીક્ષા વિગેરેની પ્રવૃત્તિ નકામી થઈ જાય માટે નિત્ય અનિત્ય એવા બે સ્થાન (ગુણ)વાળા સ્યાદવાદ માર્ગમાંજ સર્વ વ્યવહારની પ્રવૃત્તિ છે, પણ જેઓ નિત્ય અનિત્ય એકાંત માને છે. તેમને આલોક તથા પરલોક સંબંધી કાર્યને વિધ્વંસ (નાશ) રૂપ અનાચાર જાણ, અર્થાત તે જિનેશ્વરના મતથી વિરૂદ્ધ છે, તે અવ્યયથી જાણવું કે કથંચિત્ (કે અંશે) વસ્તુ નિત્ય અનિત્ય છે. તેથી વ્યવહાર ચાલે છે, તે બતાવે છે, સામાન્ય (સાદી) બુદ્ધિએ (કે સૂક્ષ્મદર્શક યંત્ર વડે) જુએ તે બદલાતા રૂપને જોઈને અથવા નવા કપડા વિગેરેને જુનું થતું જોઈને તે અનિત્ય માને, (મૂળ દ્રત્યરૂપે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org