________________
૧૦૩ મુક્ત થયા નથી, પણ દુઃખ દેવાને ગુણ તેમને સત્તામાં હોવાથી તે સંબંધી કર્મ બંધાય છે, (વીંછુ વિગેરે કરડે નહીં તે પણ જ્યાં સુધી તે પકડાય નહિ, ત્યાં સુધી રાતભર ઉંઘવા દે નહિ, માખી ભમરીનાં ઝેર તે જાણીતાં છે) આ પ્રમાણે વિપ્રકૃષ્ટ સંબંધી પણ કર્મ બંધ બતાવીને હવે ઉપસંહાર (સમાપ્તિ) કરવા કહે છે,
इति खलु से असन्निणोऽवि सत्ता अहो निसिं पाणातिवाए उवक्खाइज्जंति, जाव अहो निसिं परिग्गहे उवक्खाइज्जंति, जाव मिच्छादसणसल्ले उवक्खाइज्जत, ॥ | ઈતિ અવ્યય સમીપ લાવે છે, ખલુ અવ્યય વાક્યની શેભા માટે છે અથવા વિશેષણ છે, પ્ર–શું વિશિષ્ટતા બતાવે છે? ઉ–જે આ પૃથ્વીકાય વિગેરે અસંક્ષિ જીવો છે, તેમને તર્ક સંજ્ઞા પ્રજ્ઞા મન વચનની વિશિષ્ટતાવાળી કરણી પોતે કરવાને કે કરાવવાનું કે અનુમોદન કરવાની પ્રવૃત્તિ નથી, પણ તે હંમેશાં રાત દહાડે શત્રુ પણે મિથ્યાત્વમાં રહેલા પ્રશઠ વ્યતિપાતચિત્તદંડવાળા દુઃખ ઉત્પાદન કરવાથી માંડીને પરિતાપ પરિફ્લેશ વિગેરે સુધી–પાપથી અપ્રતિવિરત (મુક્ત) ન હોવાથી અસંજ્ઞીઓ હાવાથી છતાં તે જીવને જીવહિંસા કરવાની શક્તિ નહાવાથી તેઓ ઘાત ન કરે, તે પણ ગામ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org