________________
૮૮]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજે.
મેઢાના સુંદર દેખાવથી ચુંબન કરતાં જીભને સ્વાદ આવે છે, ( આ બધાં કૃત્રિમ આનંદ છતાં ગમે તેવાને જૂલાવે તે ખરે આનંદ દેખાય છે) આ પ્રમાણે સ્ત્રીમાં પાંચ ઇદ્રિના વિષય હોવાથી તેમાં જીતેંદ્રિય થવું (તેના સહવાસથી દૂર રહેવું) તે બતાવે છે. સંચમ અનુષ્ઠાનમાં સાધુ બહારથી તથા અત્યંતરથી નિઃસંગ રહે, નિષ્કિચન રહે (મમત્વ થાય તેવું કંઈપણ ન રાખે) તું એના બંધનથી સર્વથા મુક્ત થયેલ બનીને જે, જુદા જુદા પૃથ્વીકાય વિગેરેમાં સક્ષમ બાદર પર્યાપ્ત અપર્યાપ્ત, તથા અપિ શબ્દથી વનસ્પતિ કાયમાં સાધારણ એક શરીરમાં અનંતા જીવે આવેલા છે તે જે.
પ્રશ્ન–તે કેવા છે? - ઉત્તર–અસાતા વેદનીય દુઃખરૂપે પીડાય છે, પરવશ બનીને આઠ કર્મોથી પીડાયેલા સંસાર કડાયાના મધ્ય ભાગમાં પોતાનાં કરેલાં કર્મ રૂપ ધંધનવડે રીબાતાં બળતા ; છે તે છે. અથવા બેટા ધ્યાન વડે પીડાતા ઇદ્રિના વિષયમાં આર્તધ્યાન કરતા મન વચન કાયાથી તપતા દુઃખીઆઓને જે, એમ બધે જેવાને સંબંધ છે, (આ જેવાથી દુઃખ ઘણું સુખ અલ્પ અને તે પણ કૃત્રિમ છે તેવું વિચારતાં મેહ દૂર થશે) થી ગાથાને ટુંકમાં અર્થ.
(બધી ઇંદ્રિાને વશ કરી જીવ માત્રમાં નિસ્પૃહ રહી
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org