________________
પ્રસ્તાવના આ સૂત્રની ટીકા કઠણ હોવાથી તેનું ભાષાંતર આઠ વર્ષ પૂર્વે સાત અધ્યયન છપાયા છતાં જોઈએ તેવી ખપતના અભાવે આ ત્રીજો, ભાગ હાલ પ્રગટ થાય છે, આ ભાગમાં આવેલાં નવ અધ્યયનનો સાર તથા પૂર્વનાં સાત અધ્યયનનો સાર અહીં સોળમા અધ્યયનમાં સૂત્રકારેજ આપેલ છે, એટલે સોળમું અધ્યયન દરેકે વાંચવાની ખાસ જરૂર છે, છતાં અહીં ટુંકમાં લખીશું.
: ૮ નિર્મળ આચાર પાળવામાં શરીરની શક્તિ તથા મનબળ જોઈએ, તેજ વીર્ય છે, દીક્ષા કે શ્રાવકનો ધર્મ પાળે તે અનુક્રમે પંડિત અને બાળ પંડિતવીર્ય છે, પણ પાપમાં વપરાય તે બાળવાર્ય છે, તે આ અધ્યયનમાં સૂચવ્યું કે વીર્ય-શકિતનો દુરુપયોગ ન કરવો, એ અધ્યયનને સાર છે.
૮ અધ્યયનમાં ધર્મ બતાવ્ય, ધર્મનું સ્વરૂપ દશ વૈકાલિકના પહેલા અધ્યયનમાં બતાવ્યું તે અહીં છે, પણ અહીં એ બતાવશે કે વીર્યનો સદુપયોગ તે જ ધર્મ છે, અર્થાત સાધુએ નિરંતર જ્ઞાન અને તપશ્ચર્યામાં તત્પર રહેવું અને ધર્મ કરવા છતાં ગર્વ ન કરનાં નિર્વાણ (મેક્ષ) મેળવવું
૧૦ દશમા અધ્યયનમાં સમાધી એટલે ધર્મ કરનારમાં રાગદ્વેષની પરિણતિ ન જોઈએ પણ શુદ્ધ આત્મસ્વભાવ જોઈએ, પરિગ્રહ રાખવાથી રાગદ્વેષ વધે માટે તેને તજવા, જીવિતકે મરણુંની આકાંક્ષા ન રાખે,
૧૧ માર્ગ અધ્યયનમાં જ્ઞાન દર્શન ચારિત્ર એ માર્ગ છે, તે માર્ગમાં જવા માટે પ્રભુએ કેવો માર્ગ બતાવ્યું તે આમાં બતાવ્યું, મન તથા ઇંદ્રિયો કબજે રાખીને નિર્મળ સંયમ પાળે તે માર્ગ છે.
૧૨ સમવસરણ અધ્યયનમાં પ્રભુની વાણી સાંભળવા જ્યાં સમુદાય મળે, તે ૩૬ ૩ મતવાળાનું વર્ણન છે, અને આસ્તિક નાસ્તિકનું વર્ણન કર્યું છે, અને શબ્દરૂપ રસગંધ અને સ્પર્શમાં સાધુએ રાગ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org