________________
પંદરમું શ્રી આદાન નામનું અધ્યયન.
[૩૪૧ annun
જે ચિત્તમાં શંકા–સંશય થાય તે કેવળજ્ઞાનથી દૂર કરે છે, એના જેવા બીજા બધા નથી, આવા સર્વજ્ઞો જેનદર્શન સિવાય બીજે ગમે ત્યાં હેતા નથી.
ટી. અ–જે ચાર ઘાતિકર્મને અંત કરનાર કેવળજ્ઞાની છે તે આવા હોય છે તે બતાવે છે. વિચિકિત્સા-ચિત્તમાં વિકલ્પ–સંશયજ્ઞાન જેને છે તેનું તે આવરણ ક્ષય થવાથી તેનો નાશક છે તેથી તેને જ્ઞાન ઉત્પન્ન થતાં સંશય વિપWય અને મિથ્યાજ્ઞાનને અવિપરીત અર્થને પરિચ્છેદ કરવાથી અંતે વર્તે છે. (અર્થાત સાચેસાચું સમજે છે) તેને સાર આ છે તેમાં દર્શનાવરણય કર્મને ક્ષય બતાવવાથી જ્ઞાનથી દર્શન જુદું છે તે બતાવ્યું છે તેથી જેમને આગ્રહ છે કે એકજ સર્વજ્ઞનું જ્ઞાન સામાન્ય અને વિશેષરૂપે વસ્તુમાં રહેલ છે તે બન્નેને પિતાની જ્ઞાનની અચિન્ય શક્તિ હોવાથી તે બંનેને પરિચ્છેદક (જાણ) છે એ જેમને અભ્યપગમ (સ્વીકાર) છે તેમાં આચાર્ય આથી પૃથક્ આવરણ ક્ષય પ્રતિપાદન કરવાથી તેમનું ખંડન કરેલું જાણવું.
(સિદ્ધસેન દિવાકર ન્યાયના વેરા જ્ઞાન અને દર્શનના આવરણને ક્ષય સાથે માની જ્ઞાનદર્શન બંનેને સાથે ઉત્પન્ન થયેલાં માને છે અને જિનભદ્રગણિક્ષમાશ્રમણ સિદ્ધાંત રહસ્ય પ્રમાણે સમયાંતર માને છે તે સિદ્ધાંત પ્રમાણે ટીકાકારે સિદ્ધસેન દિવાકરનું ખંડન કર્યું સમજાય છે.) વળી જે ચારે ઘાતકમેને ક્ષય કરે અને સંશય વિગેરે અપૂર્ણજ્ઞાનને ઉલંઘી સંપૂર્ણ જ્ઞાન
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org