________________
~
~~~~~
~
www wwwww x ૧/૪
બંરમું શ્રી સમવસરણ અધ્યયન.
[૨૪૩ અને અચેતન પ્રકૃતિ આત્મા માટે પ્રવૃત્તિ કરે તે પણ યુકિતથી રહિત છે,
બોદ્ધ મતનું વર્ણન કરે છે, તેમના માનેલા પદાર્થો બાર આયતને છે. ચક્ષુ વિગેરે પાંચ ઇદ્રિ છે, અને તેના રૂપ શબ્દ વિગેરે પાંચ વિષય છે, શબ્દાયતન (મન) છે, કારણ કે શબ્દને વિચાર મનમાં થાય છે, ધર્માયતન—ધર્મ સુખ વિગેરે છે, આ બાર આયતન સમજાવનાર પ્રત્યક્ષ અને અનુમાન એવાં બે પ્રમાણ માને છે, જેનાચાર્ય કહે છે કે અમે ચક્ષુ વિગેરે પાંચ દ્રવ્ય ઈતિ અજીવ શબ્દમાં લીધી છે, અને ભાવઈદ્રિય જીવને ગુણ હોવાથી જીવમાં લીધી છે, અને રૂ૫ વિગેરે વિષયો અજીવમાં લીધા છે, તેથી તે જુદા ગણ્યા નથી, અને શબ્દાચતન પુદગળ રૂપે હોવાથી શબ્દ ને અજીવ રૂપે ગ્રહણ કરેલ છે, અને આવા દરેક ગુણને જુદા પદાર્થ તરીકે ગણવા યુક્ત નથી, ધર્માત્મક સુખ દુઃખ શાતા અશાતારૂપે હેવાથી જીવમાં ગણું લીધા અને તે સુખ દુઃખનું કારણ કર્મ તે પુદ્ગલ રૂપે હોવાથી અજીવમાં ગણેલ છે, પ્રત્યક્ષ પ્રમાણે તેઓનું નિર્વિકલ્પ છે, તે અનિશ્ચયરૂપ હોવાથી પ્રવૃત્તિ નિવૃત્તિ અંગ (લાગુ) ન થાય તેથી અપ્રમાણ છે, પ્રત્યક્ષ અપ્રમાણ હોવાથી તેના આધારે રહેલું અનુમાન પણ અપ્રમાણ છે, બાકી બદ્ધ મતનું ખંડન આક્ષેપ પરિહારપૂર્વક બીજે સ્થળે સારી રીતે કહેલું છે, તેથી અહીં કહેતા નથી. આ પ્રમાણે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org