________________
અગીયારમું શ્રી. માર્ગ અધ્યયન.
(૧૨૩
કરવા માટે જ અતિ આદર માટે તથા સાંભળનારાને પ્રેમ વધારવા માટે આ મીઠા વચનથી ઉપન્યાસ (શરૂઆત) કરેલ છે. पुढवी जीवा पुढो सत्ता आउजीवा तहाऽगणी। वाउजीवा पुढो सत्ता, तणरुक्खा सबीयगा॥७॥
ચારિત્ર માર્ગમાં પ્રાણાતિપાત વિરમણ (જીવ હિંસા નિષેધ) વ્રત મૂળ હેવાથી તથા તેનું પ્રથમ જ્ઞાન થાય તો વત પળે, માટે જીવોનું સ્વરૂપ કહે છે. પૃથ્વીમાં રહેલ છે તે, બીજા છ નહિ પણ પિતે પૃથ્વી જીવ રૂપે છે, તે દરેક જીવનું શરીર જુદું છે, તેથી તેમાં જુદા જુદા શરીરવાળા છો જાણવા એજ પ્રમાણે પાણી ની વાયુમાં જુદા જુદા શરીરવાળા જાણવા આ જુદા શરીરવાળા જ બતાવવાનું કારણ આ છે કે પછી સાધારણ વનસ્પતિમાં અનંતા જીવોનું એક શરીર પણ કહેશે તેથી પૃથ્વી પાણી અગ્નિ વાયુ એ ચારમાં અનંતા જીવ નથી એમ જાણવું, તેમ દરેકનાં શરીર જુદાં જાણવાં વનસ્પતિ કાયમાં જે સૂક્ષ્મ છે તે સર્વે નિગદ રૂપ છે, તે અનંતા જેનું એક શરીર જાણવું પણ બાદર વનસ્પતિમાં સાધારણ અસાધારણ બે. ભેદ છે, તે બંનેમાં કંઈક ભેદ હેવાથી કહે છે, ઘાસ દર્ભ વરણ વિગેરે. વૃક્ષ આંબા અશક વિગેરે તથા કમદ ઘઉં વિગેરે-તે સર્વ વનસ્પતિ કાયના જુદા શરીરવાળા છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org