________________
ખંભાતને પ્રાચીન જૈન ઇતિહાસ. આચાર્યશ્રી વિજયસેનસૂરિના નામથી મહોપાધ્યાય કલ્યાણવિજયગણિ અને પંડિત ધનવિજયગણિએ તેની પ્રતિષ્ઠા કરી ?
સં. ૧૬પ૩ ના ફાગણ શુદિ ૮ ને દિવસે તેમની પાષાણમૂર્તિ ખંભાતના પઉમા અને તેની સ્ત્રી પાંચીએ કાઠિવાડમાં આવેલા મહુવા ગામમાં કરાવી ર તે મૂર્તિને ફેટે સૂરિશ્વર અને સમ્રાટમાં આપે છે. શ્રી વિજયસેનસૂરિ (જન્મ સં. ૧૬૦૪) ( શ્રી હીરવિજયસૂરિની પાટ પર તેમના પછી તરત જ થએલા શ્રી વિજયસેનસૂરિ મહાન પ્રભાવશાળી આચાર્ય થઈ ગયા છે. તેમના સંબંધમાં સંસ્કૃતમાં તથા ગુજરાતીમાં ગ્રંથો રચાયા છે. ખંભાતમાં આ આચાર્યશ્રીના હાથે ઘણું પ્રતિષ્ઠાઓ થઈ છે; ખંભાતનાં જૈન ઈતિહાસમાં તેમને ફાળે નાને સુને નથી, તેમનું જીવન નીચે પ્રમાણે છે.
શ્રી વિજયસેનસૂરિને જન્મ મારવાડના નાડલાઈ ગામમાં વિ. સં. ૧૬૦૪ ના ફાગણ શુદિ ૧૫ ને રોજ થયે હતું. તેમના પિતાનું નામ કમા અને માતાનું નામ કેડિમ હતું. તેમનું મૂળ નામ જયસિંગ હતું. જ્યારે જયસિંગ સાત વર્ષની ઉમરના થયા ત્યારે તેમના પિતાએ દીક્ષા લીધી અને માતા તથા સિંગ સુરત આવીને રહ્યા. બંને જણે શ્રી વિજયદાનસૂરિની પાસે વિ. સંવત ૧૬૧૩ ના જેઠ સુદિ ૧૧ ને દિવસે દીક્ષા લીધી અને જયસિંગનું નામ જયવિમલ પાડયું. પછી તેમને હીરવિજયસૂરિને સેંપવામાં આવ્યા, ત્યાંથી તેઓ ડીસા ગયા અને પછી ત્યાંથી ખંભાત આવ્યા. ૧ પ્રા. લે. સં. ભા. ૨ જો પૃ. ૩ (બુદ્ધિ.) २ “१६५३ पातशाहि श्री अकबर प्रवर्तित सं. ४१ वर्षे फा. सुदि ८
दिने श्री स्तम्भ तीर्थ वास्तव्य श्री. पउमा (भा.) पांची नामन्यता श्री हीरविजयसूरीश्वराणां मूर्तिः का. प्र. तपागच्छे श्री विजयसेनसूरिभिः ॥
સૂરીશ્વર અને સમ્રાટ પૃ. ૫. ૩ ઇમ સુણી ગ૭ ઘણી હરષિઉ, વિહાર ખંભાતિ કિને રે, શ્રી વિમલ ગણે સનિ, પંડિતપદ તિહાં દીરે. ૧૪
જેન એ. ગૂ કા. સં. પૃ. ૧૬૭.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org