SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૯ સ્થંભત થ અને પ્રભાવિક આચાર્યો. શ્રી જયકીર્તિસૂરિ (અં. ગ.) આ સૂરિ અચલગચ્છના ૫૮ મા પટ્ટધર હતા. તિમિરપૂર નગરમાં ભૂપાલ શેઠની ભમરાદે ભાયાની કુખે સં. ૧૮૩૩ માં જન્મ્યા હતા. સં. ૧૪૪૪ માં દીક્ષા લીધી હતી. સં. ૧૪૬૭ માં ખંભાત બંદરમાં સૂરિપદ મળ્યું હતું. સં. ૧૪૭૩ માં પાટણ શહેરમાં ગચ્છનાયકપદ પામ્યા હતા. શ્રી મેરૂતુંગસૂરિએ દેવીને આગમ નિષેધ કર્યો હતો તો પણ તે દેવીને આણવા માટે શ્રી સિદ્ધાચલ તીર્થ ઉપર ઘણા વર્ષ લગણ આયંબિલ તપ કર્યું. દેવી મધ્યરાત્રીએ પ્રગટ થઈ કહેવા લાગી કે હું તમારી પાસે આવીશ; પણ તમે મુજને એળખશે નહિ. એમ કહી દેવી અદ્રશ્ય થઈ બીજે દિવસે પ્રભાતે ખંભાતથી સંઘ આવ્યું. તેમાં દેવીએ શ્રાવિકાનું રૂપ ધારણ કરી સુવર્ણમુદ્રામિશ્રિત પવા વહેરાવીને ગુરૂના મનોરથ પૂર્ણ કર્યો. આ આચાર્ય સંવત ૧૫૦૦ માં કાળધર્મ પામ્યા. તેમના પ્રતિષ્ઠાના લેખે સંવત સં. ૧૪૭૩, સં. ૧૪©, સં. ૧૪૧ ના છે. શ્રી જયકેસરીસૂરિ (અં. ગ.) આ સરિ અંચલગચ્છના ૫૯ માં પટ્ટધર હતા. તેમણે કરાવેલી પ્રતિષ્ઠાના સંવત ૧૫૦૪, સં. ૧૫૦૮, સં. ૧૫૧૨, સં. ૧૫૧૩, સં. ૧૫૧૭, સં. ૧૫૧૮ વગેરે ઘણું લેખ મળે છે, તેથી તેમના વિષે અત્રે જાણવા માટે લખ્યું છે. પાંચાલ દેશની શ્રીથામ નગરીમાં દેવસિંહ નામના શેઠની લાખણદે સ્ત્રીથી સં. ૧૪૬૧ માં જન્મ્યા હતા. તેમનું મૂળ નામ ધનરાજ હતું. સં. ૧૪૭૫ માં દીક્ષા લીધી, સં. ૧૯૪ માં આચાર્ય પદ પામ્યા. એમણે નદીની ઉપર વૃક્ષો ચલાવી ગુજરાતના બાદશાહને ચમત્કાર દેખાડી મુલ્લાને હરાવ્યું. પાદશાહે નવો ઉપાસરે કરાવી દીધો. તે હજી પણ અમદાવાદના જવેરીવાડામાં કાયમ થયો છે, સં. ૧૫૦૧ માં ચાંપાનેરમાં ગચ્છનાયકપદ પામ્યા. બાદશાહને છ માસથી તાવ આવતો હતો, તે કે વઘથી સારે ન થયો પણ એમણે મંત્રબલે કરી છેહડાથી તાવને બહાર કાઢયે. બાદશાહે કહ્યું કે એ તાપ ક્યાં છે તે અમને દેખાડો. તે વારે ગુરૂએ પોતાના રજોહરણે કરી શિલાની ઉપર ખંખેર્ય. એટલે શિલા બળભસ્મ થઈ ગઈ. તેમણે જિનશાસનની ઉન્નતિ કરી સં. ૧૫૪૨ માં કાળધર્મ પામ્યા. શ્રી જિનચંદ્રસૂરિ (ખ. ગ.૧) સં. ૧૪૦૬ માં નાગપુરમાં શ્રીમાલશાહ હાથીશાહે નંદી મહોત્સવ સહિત પદસ્થાપન કર્યા અને તરૂણ ૧ ખરતર ગ૭. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005349
Book TitleKhambat no Prachin Jain Itihas
Original Sutra AuthorN/A
AuthorNarmadashankar T Bhatt
PublisherAtmanand Janma Shatabdi Smarak Trust
Publication Year1940
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy