SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮ ખંભાતને પ્રાચીન જૈન ઇતિહાસ. પ્રત્યે ભક્તિભાવ વિજયચંદ્ર કરવા લાગ્યા. વિજયચંદ્ર ખંભાતમાંજ વર્ષોવર્ષ મોટા ઉપાશ્રયમાં રહેવા લાગ્યા. દેવેન્દ્રસૂરિએ વર્ષોવર્ષ એક ગામમાં રહેવું એ શાસ્ત્ર વિરૂદ્ધ છે, એ પ્રત્યે વખતેવખત તેમનું ધ્યાન ખેંચ્યું; છતાં તે પર લક્ષ ન દેવાયું. દેવેન્દ્રસૂરિ ખંભાત આવ્યા પણ મોટો ઉપાશ્રય વિજયચંદ્ર રેકેલ હોવાથી તે નાના ઉપાશ્રયમાં ઉતર્યા. વિજ્યચંદ્ર દેવેન્દ્રને વંદન કરવા ન ગયા. તેમ વિધવિધ પ્રરૂપણ કરવા લાગ્યા, જેવી કે વૈદિક કિયા, મંત્રતંત્રાદિ કરવાની ક્રિયા વગેરે. ત્યાં હેમકમલ આદિ સાધુઓએ વિજયચંદ્રના સમુદાયને ઘારષ્ટિ અને દેવેન્દ્રસૂરિનાને ધુરાસ્ટિવા કહ્યો. એ પ્રમાણે બે સમુદાયની ખ્યાતિ થઈ. શ્રી સિંહતિલકસૂરિ (અં. ગ.) આ સૂરિ મરૂદેશે અઈનપુરમાં સં. ૧૩૪૫ માં જન્મ્યા હતા. સં. ૧૩પર માં દીક્ષા, સં. ૧૩૭૧ માં આનંદપુરે આચાર્યપદ. સં. ૧૩૯૩ માં ગચ્છનાયકપદ અને સં. ૧૩૯૫ માં સ્તંભતીર્થમાં સ્વર્ગવાસી થયા. શ્રી મહેન્દ્રસૂરિ (અ. .) આ સૂરિ વડગામે સં. ૧૩૬૩ માં જમ્યા હતા. સં. ૧૩૭૫ માં વિજાપુરમાં દીક્ષા લીધી હતી. સં. ૧૩૯૩ માં અણહીલપુરમાં આચાર્ય પદ મળ્યું હતું અને સં. ૧૩૯૮ માં ખંભાતમાં ગચ્છનાયક પદ પામ્યા હતા. એક વખતે મારવાડના નાણી ગામે શ્રાવકે એ માસું રાખ્યા. ત્યાં ગ્યાસીમે દિવસે વિન્ન થયું, જાણુને ધર્મની વહાર કરાવી. એટલે આધિન સુદિ આઠમને દિવસે મધ્ય રાત્રિને અવસરે ગુરૂમહારાજ કાયેસર્ગમાં બેઠા છતાં તેમને કાલદારૂણ સર્પ કર્યો. તે વારે મંત્ર, તંત્ર અને બીજી પણ અનેક જંગલની ઔષધીઓ કરવાને ભ્રમ ત્યાગીને એકાંતે દ્રઢ મન રાખી એકજ શ્રી પાર્શ્વનાથ ભગવાનનું ધ્યાન કર્યું; તેમાંજ નિશ્ચળ રહ્યા. જે વારે દશ પ્રહર ધ્યાનમાં ગયા તે વારે લહેર વાજી, પણ યાનને બેલે તે સર્વે પ્રાણ તો. સમગ્ર વિશ્વવ્યાપ ટાળ્યો. સમસ્ત લોક આનંદ પામ્યા. એમની વારે શાખાચાર્ય શ્રી અભયદેવસૂરિ થયા. તેના ઉપદેશથી પાટણને રહેવાસી મીઠડિઆ શેત્રને શા. ખેતો. નડી, તેણે સંવત ૧૪૩ર મે વ શ્રી પાર્શ્વનાથજીની પ્રતિમા ભરાવી. જે શ્રી ગોડી પાર્શ્વનાથ જયવંતા વતે છે, એને વિશેષ અધિકાર એજ પુસ્તકમાં શ્રી ગેડી પાર્શ્વનાથજીનું ચઢાળીયું છે તેમાંથી જેઈ લે. આ આચાર્ય સં. ૧૪૪૪ માં કાળધર્મ પામ્યા. ૧ જૈન ગૂર્જર કવિઓ ભા. ૨ જે પૃ ૭૩૨ની નોંધ. ૨ અંચલ ગ૭. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005349
Book TitleKhambat no Prachin Jain Itihas
Original Sutra AuthorN/A
AuthorNarmadashankar T Bhatt
PublisherAtmanand Janma Shatabdi Smarak Trust
Publication Year1940
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy