________________
૩૪
ખંભાતને પ્રાચીન જૈન ઇતિહાસ
૪–૫રગામવાસીઓએ ભરાવેલાં બિંબ. ૧ ગંધાર.
૧ સં. ૧૫૧૫ વર્ષ માઘ શુદિ ૭ ને દિવસે ગાંધારના શિવરાજ ભાર્યા કર્માદે સુત વસ્તુપાલે માતૃશ્રેયાર્થે શ્રી મહાવીર બિબ કરાવ્યું અને શ્રી રત્નશેખરસૂરિએ પ્રતિષ્ઠા કરાવી (બુ લે. સે. ભા. ૨ લે. ૯૬૬)
૨ સં. ૧૫૧૬ વર્ષે ચૈત્ર વદી ૪ શ્રી શ્રીમાલ જ્ઞાતિય રત્નાભાર્યા માજી, વીરા ભાર્યા સાધુએ પિતૃશ્રેયાર્થે શ્રી ચંદ્રપ્રભસ્વામિ બિબ કરાવ્યું અને આણંદવિમલસૂરિએ પ્ર. કરાવી. (બુ. લે. સં. ભા. ૨ લે. ૮૯૦) - ૩ સં. ૧૫૩૭ વર્ષે શાખ સુદી ૧૦ સેમે ગાંધારના રહેનાર શ્રી શ્રીમાળી જ્ઞાતિના ધનદત્ત ભાર્યા હર્ષાઈએ શાંતિનાથબિંબ કરાવ્યું. અને જિનદત્તસૂરિએ પ્રતિષ્ઠા કરાવી. (એજ લે. ૬૯૨)
૪ ઉપર પ્રમાણે (એજ લે. ૭૩૭) '
૫ સં. ૧૫૪૦ વૈશાખ શુદિ ૨ ગાંધારના રહેનાર શ્રી શ્રીમાળ જ્ઞાતિના વારના પુત્ર પદમસિહે શ્રી શીતળનાથબિંબ કરાવ્યું. અને શ્રી જિનચંદ્રસૂરિએ પ્રતિષ્ઠા કરાવી. ૧
૬ સં. ૧૫૪૭ ના વૈશાખ શુદિ ૩ ને સામે પ્રાગ્વાટ જ્ઞાતિના સં. પાસવીની ભાર્યા પૂરીએ પોતાના કુટુંબના શ્રેયાર્થે શ્રી અંબિકામૂર્તિ કરાવી અને શ્રી સુમતિ સાધુસૂરિએ પ્રતિષ્ઠા કરાવી.
૭ સં. ૧૫૫૬ ના વૈશાખ સુદ ૧૧ શુકે ગંધારના શ્રી શ્રીમાલ જ્ઞાતિના હંસરાજે શ્રી સુવિધિનાથ બિબ કરાવ્યું. (એજ લે. ૮૫૮)
૮ સં. ૧૫૬૮ વર્ષે વૈ. સ. ૭ ગુરુ ગંધારના શ્રી વછે સ્વયા શ્રી શાંતિનાથ બિંબ કરાવ્યું. અને શ્રી હેમવિમલસૂરિએ પ્રતિષ્ઠા કરાવી (એજ લે. ૯૦૨)
૯ સં. ૧૫૦ વર્ષ છે. વ. ૭ શુકે ગંધારના રહેનાર પ્રાગ્રાટ જ્ઞાતિના પરબત પુત્ર શ્રા. ઝકુમ્રત ધર્મસિંહ અમીચંદ્ર શ્રી અનંતનાથ બિબ કરાવ્યું (એજ લે. ૯૬૫) ( ૧૦ સં. ૧૬૪૪ પરિખ વજિઆ તથા પ. જિઓએ ચિંતામણિ પાર્શ્વનાથ પ્રાસાદ બંધાવ્યું અને તેમની પ્રતિષ્ઠા શ્રી વિજયસેનસૂરિએ કરાવી (એજ લે. પર૯).
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org