________________
२४
ખંભાતને પ્રાચીન જૈન ઇતિહાસ.
નાગરવાડે. ૧૬ શ્રી વાસુપૂજ્ય જિનાલય –નાગરવાડાના લતામાં એ એકજ દહેરું છે. તેની સ્વચ્છતા સારી છે. આ જિનાલયમાં “સં. ૧૧૬૮ ના વૈશાખ સુદિ ૧૦ શ્રી સાવ દેવાચાર્ય છે. વર્તમાન પત્રિક્યા પાપઈ શ્રાવિકાએ શ્રી મહાવીર પ્રતિમા આત્મશ્રેયાર્થે કરાવી છે.” બાકીની પાંચ છ પંદરમાં અને સાળમાં અને સત્તરમા સૈકાની છે. (બુ લે. સં. ભા. ૨ જે લે. ૧૦૭૯ થી ૧૦૮૫ જુઓ.)
સંઘવીની પળ. ૧૭ શ્રી વિમળનાથ જિનાલય –આ દહેરૂં ખાંચામાં છે; નાનું છે, છતાં સારું છે. તેમાં ભેંયરું છે. આ જિનાલયમાં બે લેખ છે તથા બે પગલાંની જોડ છે. સં. ૧૯૩૧ માં ઓશવાળ વંશના જિઈસીની સ્ત્રી જિઈતલદેવીએ શ્રી વિમળનાથ બિંબ કરાવ્યું છે. પ્રતિષ્ઠા શ્રી હીરવિજયસૂરિએ કરાવી છે.' - ૧૮ શ્રી સેમપાશ્વનાથ જિનાલય: આ જિનાલયમાં પદ્માવતીદેવીની ચમત્કારીક મૂર્તિ છે, તેથી આ જિનાલય “પદ્માવતી”ના દહેરા તરીકે વધારે જાણીતું છે તેમાં સૌથી જુની મૂર્તિ “સં. ૧૩૫૩ વૈશાખ વદ ૧૦ શુકે શ્રી વાયડાય . લુણાના પુત્ર વિલે પિતા માતા અને પોતાના શ્રેય માટે શ્રી વાયટગચ્છીય શ્રી જીવદેવસરિએ કરાવેલી પ્રતિષ્ઠાવાળી “શ્રી ચતુર્વિશતિપટ્ટ”ની છે.”
બાળપીપળે - ૧૯ શ્રી નવપલવ પાર્શ્વનાથ-આ જિનાલયમાં એક ભેંયરું છે, તેમાં ગેડીપાશ્વનાથની મૂર્તિ છે. અહીં “સં. ૧૩૧૧ ના વૈશાખ સુદ ૩ ને સેમે છે. મહીપાલની સ્ત્રી માલ્હણદેવી તેના પુત્ર વિરમે શ્રી મહાવીરની પ્રતિમા ભરાવી છે.” બાકીની લગભગ ૨૧ મૂર્તિઓ છે. જુઓ (બુ. લે. સં. ભા. ૨ જે લે. ૧૦૮૬ થી ૧૧૦૭)
૨૦ શ્રી સંભવનાથ જિનાલય --આ જિનાલયમાં સં. ૧પ૩૪ ની શ્રી સંભવનાથની તથા સં. ૧૬૩૪ની શ્રી પાર્શ્વનાથની પ્રતિમાઓ છે.
૨૧ શ્રી મુનિસુવ્રતસ્વામી જિનાલય–ઉપરના જિનાલયની સામે આવ્યું છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org