________________
૨ ૩
વર્તમાન જૈન મંદિર ૧૨ શ્રી મુનિસુવ્રત જિનાલય: આ દહેરામાં ચૌદમા સૈકાની શ્રી શાંતિનાથની મૂર્તિઓ છે તથા બીજી પ્રતિમાઓ છે. - ૧૩ શ્રી સ્તંભન પાર્શ્વનાથ જિનાલય: આ પુરાતન પાર્શ્વનાથને ઈતિહાસ આગળ આપવામાં આવ્યું છે. અત્યારે આ દેવાલય તદન નવું જ બનાવવામાં આવ્યું છે તે ઘણું જ રમણીય છે. આવી સુંદરતાવાળું, ભવ્ય અને મનહર જિનાલય ખંભાતમાં બેનમુન છે. સં. ૧૯૮૪ ના ફાગણ સુદ ૩ ને દિવસે શ્રી વિજયનેમિસૂરીશ્વરના હાથે બહુજ ધર્મક્રિયાથી આનંદત્સવપૂર્વક આ પ્રતિમાને નવીન પ્રાસાદમાં પધરાવવામાં આવ્યાં હતાં. આ ઉત્સવમાં દેશદેશના અનેક ભાવિક શ્રાવકે આવ્યા હતા અને હજારો રૂપીઆ ખરચ કર્યો હતો. તેમાં સુરતવાસી શા. છોટુભાઈ ભગવાનદાસે રૂ. ૧૦૫૦૧) ખચી તે બિબને ગાદીનશીન ર્યું હતું. આ પ્રતિષ્ઠા સમયે કેટલાંક નવીન ભરાવેલાં બિંબની અંજનશલાકા થઈ હતી તથા શ્રી મેરપાર્શ્વનાથ અને બીજી બાજુ આદીશ્વરજીના બિબોની સ્થાપના કરવામાં આવી હતી.
આ જિનાલયના જે લેખો છે તેમાં સં. ૧૩૫૬ તથા સં. ૧૩૯૩ ના બે લેખ છે. બાકીના પાંચેક પંદરમા સૈકાના અને બેએક સેળમાં સૈકાના છે તથા ઉપર જણાવી ગયા તેમ કેટલીક હાલની પ્રતિમાઓ છે. આ પુસ્તકમાં પરિશિષ્ટમાં આપેલે અલપખાનને શિલાલેખ અહીં છે.
૧૪ શ્રી સીમંધરસ્વામિ જિનાલય –(મહા વિદેહ વિહરમાન) શ્રી સમંધર સ્વામિનું દેવાલય શ્રી સ્તંભણ પાર્શ્વનાથ જિનાલયની સામે પશ્ચિમાભિમુખે આવેલું છે. માળ ઉપર પદ્મપ્રભુજી બિરાજે છે. આ ઉપરાંત અંદર ગભરામાં તાકામાં સ્ફટિક રજતન નાનાં બિબો છે. વિહરમાન જિનની મૂર્તિ બહુ રમણીય છે.
સત્તરમાં સૈકાના પ્રખ્યાત એછી શ્રીમલે કરાવેલી શ્રી અનંતનાથની પ્રતિમાં છે. (સં. ૧૬૭૭ ની) શ્રી વિજયદેવસૂરિએ પ્રતિષ્ઠા કરાવી છે. એ સિવાય સં. ૧૩૫૩ થી સં. ૧૯૭૭ સુધીની જુદી જુદી સાલની વિસેક પ્રતિમાઓ છે તે માટે જુઓ (બુદ્ધિ. સં. લેખ સં. ભા. ૨ જે લેખાંક ૧૫૬ થી ૧૦૭૮)
૧૫ શ્રી સુખસાગર પીનાથ:-શ્રીમદ દેવચંદ્રજીએ જેમણે ઉદ્દેશી સ્તવન રચના કરી છે. આ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org