SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન તીર્થક્ષેત્ર-ખંભાત. ૧૫ સં. ૧૩૬૮માં શ્રી સ્તંભનપાર્શ્વનાથની પવિત્ર પ્રતિમાજીતંભનતીર્થમાં પધાર્યા ત્યારથી તંભતીર્થ વિશેષ તીર્થક્ષેત્ર તરીકે વર્ણવ્યું છે, તે અગાઉની હકીક્ત ઉપલબ્ધ થઈ શકી નથી. વિ. સં. ૧૩૩૪ માં રચાયેલ “પ્રભાવક ચરિત્ર” લખે છે કે – तृतीयास्तंभनग्रामे सेटिका तटिनी तटे । નતા હતંમનામાન્ચેસ્તન પ્રા નિરિાત. | ૧૪૫ ' ' (અમદેવસૂરિ પ્રબંધ) (વિશ્વકર્માએ નિર્મિત ત્રણ મૂર્તિમાંની) ત્રીજી સેટિકા (શેઢી) નદીના તટ ઉપર સ્તંભન ગ્રામમાં છે. ત્યાર પછી તેણે (નાગાર્જુને) સ્તંભનક નામે ગામ વસાવ્યું. વિ. સં. ૧૩૬૧ માં રચાયેલા “પ્રર્વચિંતામળિ” માં મેરૂતુંગ જણાવે છે કે | કીરિજાતટે તવ વિચહ્ય...ત્ર સરસ: પતંમિત રતત્ર રમનામિધા શ્રી પાર્શ્વનામ તથા સેઢી નદીના તટે તેજ (પાર્શ્વનાથ મૂર્તિને) મૂકીને જ્યાં તે રસ (પારો) બંધાયે ત્યાં રમના નામે શ્રી પાર્શ્વનાથનું તીર્થ થયું. એ સિદ્ધરસને લાભ નાગાર્જુન લઈ ન શક્યા અને તે પાર્શ્વનાથની દિવ્યમૂર્તિ કાલે કરી ભૂમિગત થઈ કેવળ વદન માત્ર બહાર રહી અને શતકે પર્યત એ ચમત્કારી બિબ અપૂજિત રહ્યું. અને તેને જોડાયેલું નગર પણ અપ્રસિદ્ધ થઈ ગયું. નવૃત્તિવાર અભયદેવસૂરિ (વિ. સં. ૧૦૮૮-૧૧૩૫?) રોગથી પીડીત થતા હતા. તેમાંથી એ મૂર્તિના પ્રભાવથી મુકત થયા. તેમણે એ મૂર્તિ શોધી કાઢી તેની પ્રતિષ્ઠા કરી (સં. ૧૧૧૧) આ પવિત્ર “સ્તંભન પાર્શ્વનાથ ખંભાતમાં આવ્યા પછી તેમની યાત્રા કરવા હજારે ધનાઢયે, યાત્રાળુઓ, સાધુઓ, સાધ્વીઓ આવતાં તેમણે આ તીર્થભૂમિની તથા શ્રી પાર્શ્વનાથની ઘણું ગાથાઓ ગાઈ છે. વિ. સં. ૧૪૯ માં વિદ્યમાન પંડિત મેઘે “તીર્થમાલા” રચી છે. તેમાં તે ગાય છે કે “ખંભનયર તિરથ હિ ભણઉ, સકળ સામિશ્રી છઈ થાંભણઉ, ધણદાતણાં પરહુણ જે હુતા, સમુદ્રમાહિ રાખિયાં બુડતાં. ૮ ધણદત્ત સહ સપનંતર લહઈ, સાસણતણું દેવિ ઈમ કહઈ, ત્રેવીસમઉ દેવ માનિ ધરે કુલ ખેમિ પરહણ જાઈ ધરે. ૯ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005349
Book TitleKhambat no Prachin Jain Itihas
Original Sutra AuthorN/A
AuthorNarmadashankar T Bhatt
PublisherAtmanand Janma Shatabdi Smarak Trust
Publication Year1940
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy