SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી સ્તંભન પાર્શ્વનાથના મંતિહાસ. ૧૩ ગુચવાયલા સુતરનાં નવ કાકડાં આપ્યા. સૂરિજીએ તે ઉકેલ્યાં; આથી શાસનદેવી પ્રસન્ન થયાં અને તેમને નવ અંગની ટીકા કરવાનું કહ્યું છ માસ સુધી આંખેલ વ્રત કરી મહા કઠણ પ્રયોગ વડે નવ ગની ટીકા કરી. આ પ્રસંગે શરીરમાં રોગ ઉત્પન્ન થયા હતા. તેનાથી તે બહુ હેરાન થતા હતા તે રોગ મટાડવાને પાતાળવાસી ધરણેદ્રદેવે ધેાળા સર્પનું રૂપ ધારણ કરી તેમની પાસે આવી જીભ વડે શરીર ચાટી રોગમુક્ત કર્યો. પછી તેમના ઉપદેશથી સ` સંઘને એકઠા કરી જે જગાએ વનમાં પાર્શ્વનાથની પ્રતિમા હતી ત્યાં ગયા. તે પ્રતિમા ઉપર એક ગાય આવી પોતાનું દૂધ વરસતી હતી. એ એંધાણીવાળી જગાએ અભયદેવસૂરિ ગયા અને નીચે પ્રમાણેનું ‘ જ્યતિહુઁચણુ ' નામે અત્રીસ ગાથાનું સ્નેાત્ર કરી શ્રી પાર્શ્વનાથની પ્રતિમા પ્રગટ કરી. દેવતાની આજ્ઞાથી એ ગાથા ગુપ્ત રહી. સંઘમાં જયજયકાર થઈ રહ્યો. ૧ - जयतिहुयण वरकप्प रुकख जयजिण धन्नंतरि । जयतिहुयण कल्लाण कोस दुरियक्करि केसरि ॥ तिहुयण जण अविलंघियाण मुक्तय सामिय । कुसु सुहाई जिणेस ! पास थंभणयपुरठ्ठिय ॥ १ ॥ “ હે ત્રિભુવનવિષે શ્રષ્ઠ કલ્પવૃક્ષ! જયપામે; ધનવંતરી રૂપિજન જયવંતા રહેા. ત્રિભુવનના કલ્યાણના કેશ ભંડાર, દુરિત રૂપી હાથીને કેસરી-સિંહ એવાની જય હા! જેની આજ્ઞા ત્રિભુવનના લેાકેાએ ઉલ્લંઘી નથી એવા, ત્રણ ભુવનના સ્વામી સ્થંભનક નગરમાં રહેલા પાર્શ્વ જિનેશ્વર ! સુખી કરા—અમાને સુખી કરી. ’ શ્રી રતંભન પાર્શ્વનાથનું શ્રી સ્તંભનતીર્થ (ખંભાત) માં પધારવું, ઉપર જણાવેલા સ્તંભનકપુર કે જેને હાલ થાંભણા કહે છે અને જે ખેડા જિલ્લાના આણુંદ તાલુકાના ઉમરેઠ ગામની પાસે શેઢી નદીના કાંઠે આવેલુ છે. ત્યાં શ્રી પાર્શ્વનાથ ઘણા વખત રહ્યા. કેટલાક વિદ્વાને સ્તંભનક' અને 'સ્ત ભતીર્થ અને એકજ 6 , ૧ વીર સં. ૧૫૯૦ વિ. સ. ૧૧૨૦ માં શ્રી નવાંગ સૂત્રોની ટીકા બનાવી હતી. શ્રી અભયદેવસૂરિ કપડવંજમાં વિ સં. ૧૧૬૭ માં કાળ કરીતે ‘ ગચ્છમતપ્રબંધ' જી પ્રણિત પૃ. ૨૩૫ દેવલોક ગયા. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005349
Book TitleKhambat no Prachin Jain Itihas
Original Sutra AuthorN/A
AuthorNarmadashankar T Bhatt
PublisherAtmanand Janma Shatabdi Smarak Trust
Publication Year1940
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy