________________
સ્તમ્ભતી .
૫
ત્રંબાવટી નગરને તાંબાના કાટ હતા અને તે ઉપરથી આ નામ પડયું છે એમ વાર્તા છે. એ વાર્તા આ પ્રકારે છે—
એક વખત ઇંદ્ર રાજાની સભામાં અપ્સરાએ નાચ કરતી હતી. અપ્સરાએના નૃત્ય વગેરેથી સુરેચન નામના એક શ્રધા તેમના ઉપર મે!હ ઉત્પન્ન થયા. ઇંદ્રે તેના આ દુષ્ટ કાર્ય માટે ધિક્કાર કર્યો અને તેને શાપ આપ્યા કે આ નીચ કર્મ ખાતર તું મૃત્યુ લેાકમાં ગધેડાની ચેાનિમાં જન્મીશ. સુરેોચન શાપ મળવાથી ઘણું આકૃ દ કરવા લાગ્યા અને શાપમાંથી મુક્ત થવા ઇંદ્રને વિનવવા લાગ્યા. ઇંદ્ર તેની વિનંતીથી તેને કૃપા કરી જણાવ્યું કે તારે બાર વર્ષ ગભયેાનિમાં વાસ કરવા પડશે, પરંતુ તું જ્યારે ઇચ્છા કરીશ ત્યારે તારૂં મૂળ સ્વરૂપ પ્રગટ થઇ શકશે. તારૂં લગ્ન સત્યવર્માની પુત્રી સાથે થશે અને તેનાથી વિક્રમ નામે પુત્ર થશે. તેના મુખનાં દર્શન કરીશ એટલે તું સદાને માટે શાપથી મુક્ત થઈશ.
તે ગંધર્વ સ્વર્ગથી ભ્રષ્ટ થઇ મૃત્યુ લોકમાં ગધેડાની જાતિમાં જન્મ્યા, અને ભટકવા લાગ્યા. તે કેટલેક કાળે અહીં આવી ચઢયા. આ ગામમાં કમઠ નામના કુંભારને ત્યાં ઘણાં ગધેડાં હતાં તેના ભેગા તે ગધેડા રહેવા લાગ્યા. દિવસ જતાં કમઠની સ્થિતિ બગડવાથી તેને સઘળાં ગધેડાં વેચી નાખવા પડયાં. માત્ર તેણે પેલા નૂતન ગધેડાને રહેવા દીધા. એક દિવસ રાત્રે તે ગર્દભ બૂમ પાડીને કુંભારને કહેવા લાગ્યા કે ‘અહીંના સત્યવર્મા રાજાની સુંદર કન્યાને તું મારી સ્ત્રી કરી આપ. ’ કુંભારે આ ભાષણ સાંભળ્યું, જરા આશ્ચર્ય પામ્યા. તે ખીન્યા કે આવું વચન રાજાને કાને જશે તે મારી દુર્દશા થશે, તે ઉપરથી પાતે ગામ છેાડી જાય છે. આ વાત રાજાને કાને જાય છે. રાજા પ્રથમ તે! જરા આશ્ચર્ય પામે છે પણ વિચાર કરે છે કે એ કોઈ દૈવી શક્તિવાળા હાવા જોઇએ. રાજા કુંભારને ત્યાં આવી તે ગધેડાની હકીક્ત સાંભળે છે, અને સાંભળ્યા પછી રાજા તેને એક શરત કબુલ કરાવે છે કે આ ગામને એક રાતમાં તામ્રમય બનાવી દઉં તેા મારી પુત્રી તને પરણાઉં. ગધેડાના રૂપમાં રહેલા ગધવે તે વાત કબુલ કરી અને એક રાતમાં નગરને તાંબાના કેટ વગેરે બનાવી દીધું. ત્યારથી તેને ત્ર ખાવટી કહેવા લાગ્યા. રાજાએ પેાતાની કન્યા તેને આપી. પછી ટ્રાનિંદાથી ડરીને તે કુંભાર પેાતાના ગધેડાને તથા રાજકન્યાને લઈ પરદેશ જતે રહ્યો. પછી એક દિવસ રાતે રાજકન્યાની વિનવણીથી તે ગંધવે પેાતાનું
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org