SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ ખંભાતને પ્રાચીન જૈન ઇતિહાસ. ભાષાના જેનરાસાઓમાં તથા ગુજરાતી કેટલાક પદ્ય ગ્રંથમાં જોવામાં આવે છે. ખંભાતનું આ નામ બહુ જ પ્રસિદ્ધ છે. एवं सन्यसमेोपेत उत्तरं तटगागतः ताम्रपाकार माश्रित्य तस्थौ त्र्यंबकनंदनः ॥२८॥ ત્યાંથી તે તારકાસૂરના તારકપુરની ઉત્તમ રિદ્ધિ જોઈને આશ્ચર્ય પામે છે. स तारकपुर स्यापि पश्यनृद्धिमनुत्तमाम् ॥ विसिष्मिये महासेनः प्रशशंस तपेोऽस्यच ॥२९॥ ઉપરના પહેલા લેક પરથી જણાય છે તેમાં તાત્રામાં સ્થળ જણાવ્યું છે તે ત્રંબાવટી જેને કહેવામાં આવે છે તે કેમ ન હોય! ગ્રંબાવટીનું મૂળ નામ તામ્રપ્રાકાર હેવું જોઈએ. કાર્તિકસ્વામિ તારકાસૂરના તારકપુરનાં વખાણ કરે છે તે જોતાં તે સ્થળ બીજું હોવું જોઈએ. પણ ૨૧ મા અધ્યાયમાં જણાવ્યું છે કે – ततो देवान् पुरस्कृत्य पशुपाल: पशूनिव ॥ दैत्येन्द्रो रथमास्थाय जगाम सहितोऽसुरैः ॥२१८॥ मही सागर कूलरथं तारकः स पुरं बली ॥ योजनद्वादश्यामं ताम्रप्राकारशोभितम् ॥२१९॥ દેવોને આગળ કરીને જેમ પશુપાળ પશુઓને હાંકે તેમ તે દૈત્યેન્દ્ર (તારકાસુર) રથમાં બેસીને તે દાનવો સહિત ગયો. તે બળવાન તારકાસુર મહીસાગરના કિનારા ઉપર આવેલું બાર એજનના વિસ્તારવાળું ‘તાઝ પ્રાકાર શોભિત એવા નગરમાં ગયો. प्रासादैर्षहुभिः कणं दिव्याश्चर्याप शोभितम् ॥ यत्र शद्वास्त्रयो नैव जयते चानिशं पुरे ॥२२०॥ गीतघोषश्च व्याघोषो भुज्यतां विषयारित्त्वति ॥ तत्प्रविश्य पुरं राजा जगाम स्वकमालयम् ॥२२१॥ જેમાં બહુ પ્રકારના મહેલે હતા; જે નગર દિવ્ય આ થી શોભતું હતું. જ્યાં ગીતષ, વ્યાષ, અને તમે વિષયને ભેગા એવા ત્રણ પ્રકારના શબ્દ થયા કરતા હતા તે નગરમાં પ્રવેશ કરી તે રાજા પિતાના મહેલમાં ગયે. ઉપરની હકીક્ત ઉપરથી સ્પષ્ટ સમજાય છે મહીસાગર કિનારા ઉપર ‘તામ્રપાકાર” શહેર આવેલું છે અને તેજ ગ્રંબાવટી. તેના ઉપર કાર્તિકસ્વામિએ વિજય મેળવેલ. અને ત્યાર પછી તંભતીર્થ થએલું. એટલે સ્તંભતીર્થનામ પૂર્વ ત્રંબાવટી નામ હે વું જોઈએ. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005349
Book TitleKhambat no Prachin Jain Itihas
Original Sutra AuthorN/A
AuthorNarmadashankar T Bhatt
PublisherAtmanand Janma Shatabdi Smarak Trust
Publication Year1940
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy