________________
ખંભાતને વેપાર અને ચલણ.
૧૫ નામ ઉપરથી નીકળે છે. મેન્ડેલ્લો નામને મુસાફર જણાવે છે કે મહેમુદી એ હલકામાં હલકી મેળવણીવાળી ધાતુઓથી સુરતમાં પાડવામાં આવી હતી. તેની કિંમત ૧૨ પેન્સ (૧ શિ.) હતી. અને તે સુરત, વડોદરા, ભરૂચ, ખંભાત અને તેની આજુબાજુના ભાગમાં જ ચાલતી હતી. દેવરનીયર્સ ટ્રાવેલ્સ ઈન ઈંડીયા વૈ. ૧ લાના પૃ. ૧૩ ૧૪ માં એક મહંમદીની કિંમત ચોક્કસ રીતે વીસ પૈસા બતાવવામાં આવી છે. વળી ઈંગ્લીશ ફેકટરીઝ ઈન ઈન્યિા (ઈ. સ. ૧૬૧૮ ૧૬૨૧) ના ૫. ૨૬૯ માં એક મહં મુદીની કિમત ૩૨ પૈસા જણાવી છે. આથી જણાય છે કે તેની કિંમત ફરતી હશે. ભરૂચી. બાવિસસે ભરૂચી જોય, પહિરામણું નર આપે સય.
(હીરવિજયસૂરિ રાસ પૃ. ૫૩) આ નામને એક સિકકો વપરાતે જણાય છે. રૂપીએ. રેક રૂપિયે લિયે હજાર, પડે ખરચી જોઈએ આહાર.
(હીરવિજયસૂરિ રાસ પૃ. ૮૫) અકબર બાદશાહના સમયમાં રૂપીઆ ચાલતા હતા. તેની આકૃતિ ગેળ હતી. તે ચાંદીને બનતે. તેનું વજન ૧૧ માસા હતું. આની કિમત લગભગ ૪૦ દામ હતી. વિન્સેન્ટ એ સ્મીથ પિતાના અંગ્રેજી
અકબર” ના પૃ. ૩૮૮-૮૯ માં કહે છે કે “અકબરના રૂપીઆની કિંમત અત્યારના હિસાબે ૨ શિ. ૩ ૫. લગભગ થાય ઇંગ્લીશ ફેકટરીઝ ઈન ઇંડીયા (ઈ. સ. ૧૬પ૧-૧૬૫૪) ના પેજ ૩૮૦ માં પણ તેજ કિમત બતાવવામાં આવી છે. આ નાણું આખા ગુજરાતમાં ચાલતું. અને તેના રૂ. ૧) ના પ૩ થી ૫૪ પૈસા મળતા ટેવરનિયર ટ્રાવેલ્સ ઇન ઇંડિયાના ભાગ ૧ લાના પૃ. ૧૩ ૧૪ માં જણાવે છે કે આ રૂપીઆના ૪૬, ૪૯, ૫૦ અને કોઈ વખત પપ થી પ૬ પિસા મળતા. દામ..
આ તાંબાનો સિક્કો હતો. એનું વજન (૫) પાંચ ટાંક હતું. એ રૂ. એકને ૪૦ મે ભાગ હતો. અર્થાત ૧ રૂ. ના ૪૦ દામ મળતા.
૧ બર્ડની મીરાતે એહમદી પૃ. ૧૨૬-૧૨૭ ૨ સૂરીશ્વર અને સમ્રાટ પૃ. ૪૧૪
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org