________________
૧૭
ખંભાતને પ્રાચીન જૈન ઇતિહાસ. અને કેટલાએક દાબેલ, કે ચીન અને કાલીકટમાં એક જશે અને આચાર વિચાર પાળીને રહેતા. મુસલમાન વેપારીમાંના કેટલાએક ખંભાતમાં વતન કરીને રહેલા અને કેટલાકએક વેપારને અર્થે આવતા. કેટલાક ફીરંગી વેપારી પણ હતા. યુરોપિયન વેપારીને માલ વેચવો યા ખરીદ હાય તે તેને દલાલ શોધ પડત. દલાલ નક્કી કર્યો એટલે તે તેના હાથમાં પોતે આણેલા માલની ટીપ આપી દઈ દલાલે તૈયાર રાખેલા ઘરમાં જતો. દલાલ અને તેના માણસો વહાણે ઉપરથી માલ ઉતારતા. કસ્ટમથી જકાત આપતા; અને વેપારી જ્યાં ઉતર્યો હોય ત્યાં માલ લાવતા. દલાલ બજાર ભાવ તેને કહેતે અને વેપારીનું ધ્યાન પહોંચે કે તરત અથવા સબુર કરી માલ દલાલ હસ્તક વેચાતો. માલ ખરીદ કરવો હોય ત્યારે પણ દલાલનું કામ પડતું. આ દલાલે વાણીયા હતા. અને તેઓની શાખ સારી હતી.”
સત્તરમી સદીમાં ખંભાતના અખાતના મથાળા આગળને ભાગ પૂરાઈ જવાથી, ઉત્તર ગુજરાતમાં ઘણું અવ્યવસ્થા હેવાથી; સને ૧૬૭૦ માં મસ્કતના આરબોએ દીવ બંદર પાયમાલ કરવાથી યુરોપના વેપારીઓની કંપની આવવાથી; અને મકકે જાઆવ કરવાનું મથક સુરત આખા ગુજરાતનું મોટું વેપારનું મથક થઈ પડયું. અંગ્રેજ વેપારીઓ પ્રથમ સુરતમાં સને ૧૬૦૮ માં આવ્યા. અને ફીરંગીઓએ તેઓને ઘણા હેરાન કર્યા. તે છતાં તેઓને સને ૧૬૧૧ માં સુરત, અમદાવાદ, ખંભાત, ઘોઘા, અને મુગલના તાબાના બીજા મુલકમાં વેપાર કરવાનો પરવાને ગુજરાતના સુબા તરફથી અને સને ૧૬૧૩ માં દિલ્હીના બાદશાહ તરફથી મળ્યો. વલંદાઓએ પણ ખંભાતમાં કેઠી ઘાલી હતી. વળી સુરત મોટું બંદર થવાથી ખંભાતને વેપાર આગલી સદીની સાથે સરખાવતાં ઘણે કમી થયો હતો. તે પણ ત્યાને વેપાર પૂર્વના સુમાત્રા સાથે અને પશ્ચિમમાં ઇરાની અખાતનાં બંદરે સાથે ચાલુ હતા. ખંભાતથી સુતરાઉ અને રેશમી કાપડ બહાર મુલક ચડતું અને તેજાને ખજુર વગેરે માલ ખંભાત આવતો.” ૧
અઢારમી સદીમાં ખંભાત સુરતથી ઉતરતું હતું તે પણ ત્યાંથી અકીક, અનાજ, રૂ, તંબાકુ, ગળી હાથી દાંત, રેશમ, સુતરાઉ કાપડ અને જરી કામ દેશાવર જતું. ખંભાતનું જરી કામ ઘણું વખણાતું. ૧ ગુ સ. સં. પૃ. ૨૫૫.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org