SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૨ ખંભાતને પ્રાચીન જૈન ઇતિહાસ ધનથી બનતું કરે છે. દયાધર્મને માટે આર્યાવર્ત પ્રખ્યાત છે, અકબર જેવા મહાન મેગલ બાદશાહને જ્યારે શ્રી હીરવિજયસૂરિએ તથા શ્રી વિજયસેનસૂરિએ તથા શ્રી જીનચંદ્રસૂરિએ પ્રબોધ્યા ત્યારે તેમની પ્રસન્નતાએ એજ માગ્યું કે એક વર્ષ સુધી ખંભાતના દરીઆમાં માછલી પકડાવવી નહિ. “ખંભાયત બંદિર તણું, સાગર મછલી છોરી રે, એક સાલિ લીલા કરઉ, કહિ કરઈ ચોરી રે.” (જે. એ. ગૂ. કા. સં. પૃ. ૧૩૦.) વર્તમાન યુગમાં સં. ૧૯૪ ના પિષમાં આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરિ ખંભાતમાં પધાર્યા ત્યારે એક દિવસ ખંભાતનુ કસાઈબાનું ખંભાતના સંઘ તરફથી બંધ રખાવવામાં આવ્યું હતું. ખંભાતમાં ઘણું કાળથી પાંજરાપોળે ચાલતી આવે છે. સંવત ૧૯૪૪ પહેલાં તે સમયના નગરશેઠ માણેકચંદ લક્ષ્મીચંદ તેને વહીવટ કરતા. તેઓ વૃદ્ધત્વ પામવાથી તેનો વહીવટ શેઠ મગનલાલ દુર્લભદાસને સંપ્યો. તેમના ગુજરી ગયા બાદ તેમના પુત્ર શેઠ દ્વારકાદાસ મગનલાલ ચલાવે છે. તેમણે પણ હવે તેને વહીવટ કેટલાક જેનોની એક કમીટી નીમી તે દ્વારા કરવા માંડ્યો છે. પાંજરાપોળની મિલ્કત સં. ૧૯૯૪ માં રૂા. ૩૩૭૮) ખંભાત રોકડા અને રૂા. ૭૮૦૦) સ્થાવર મિત હતી. ખોડાં ઢેરને માટે એક વિશાળ મકાન બંધાવવાની જરૂર જણાયાથી બાળપીપળા આગળ સં. ૧૯૪૫ માં દેશપરદેશના ગૃહસ્થોની મદદથી રૂા. ૫૭૦૬ ખરચીને એક મકાન બાંધવામાં આવ્યું હતું. દિવસે દિવસે ઢેરાની સંખ્યામાં વધારો થતો જવાથી બીજા મકાનની જરૂર પડી. એટલે સં. ૧૯૪૯ની સાલમાં ગુર્જરવાડા આગળ પાંજરાપોળને અસલ અહીં જુને વંડે હતો ત્યાં વિશાળ પાંજરાપોળ બંધાવી. તે નવા મહાજનને નામે ઓળખાય છે. પાંજરાપોળના નિભાવ માટે કેટલીક જોન કેમેમાં ચારી દીઠ લાગે લેવામાં આવે છે. વળી કેટલીક જ્ઞાતિમાંથી સ્ત્રી વિધવા થાય તે વખતે તેની સઘળી ચુડીઓ ભાંગી ન નાખતાં એક ચુડીની ધાર ખંડીત કરી બાકીની પાંજરાપોળમાં મોકલવાની ગોઠવણ કરી છે અહીં આવેલી ચુડીઓને વેચી નાખી તેના દ્રવ્યથી ખોડાં ઢેરને નિભાવ કરવામાં ઉપયોગ કરે છે. આવી ઉત્પન્ન થતી રકમ સં. ૧૯૭૮ ની Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005349
Book TitleKhambat no Prachin Jain Itihas
Original Sutra AuthorN/A
AuthorNarmadashankar T Bhatt
PublisherAtmanand Janma Shatabdi Smarak Trust
Publication Year1940
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy