________________
ઉપાશ્રય અને સંસ્થાઓ.
૧૪૧ - ૧૩ પોરવાડ જ્ઞાતિની ધર્મશાળા–આલીપાડે પોરવાડ જ્ઞાતિની ધર્મશાળા છે.
૧૪ સ્થાનકવાસીને ઉપાશ્રય–સંઘવીની પોળમાં વિશાળ ઉપાશ્રય આવેલો છે; ત્યાં પર્યુષણના દિવસોમાં વ્યાખ્યાન થાય છે. વળી તેમને એક ઉપાશ્રય માંડવીની પાળે છે. તેમાં સાધ્વીઓ રહે છે.
૧ જેનશાળા કમિટી–એની સ્થાપના સ્વ. શેઠ અમરચંદ પ્રેમચંદની ઉદાર ભાવનાથી થઈ છે. અને તે “શ્રી અમર જેનશાળા નામે ઓળખાય છે. પાછળથી તેમના પુત્ર પિપટભાઈ અમરચંદ તથા કસ્તુરભાઈ અમરચંદે ધનને વરસાદ વરસાવી તેને નવપલ્લવિત બનાવી. શેઠ પિપટભાઈએ તેની વ્યવસ્થા માટે કમિટિની યોજના કરી ટ્રસ્ટડીડ કર્યું. આ સંસ્થા હસ્તક દેરાસરની તેમજ જુદા જુદા પર્વે નિમિત્તે મૂકાયેલી થાપણોની મોટી રકમ છે. એ સિવાય પર્યુષણાદિ પ્રસંગે થતી ઉપજ પણ ત્યાં જમા થતી. ત્યાં શાંતિ સ્નાત્ર આદિ ઉત્સવમાં ખપ આવે તેવાં સાધનો રહે છે. તેમજ પૂજામાં ઉપયોગી થઈ પડે તેવા સુખડ, કેશર, વરખ, અંબર વગેરે જે ત્યાં રખાય છે અને તે ત્યાં વેચાતી મળે છે.
૨ જૈન કન્યાશાળા-બેબી ચકલે આ કન્યાશાળા આવેલી છે. જેન કેમની કન્યાઓ માટે તે ખાસ છે. તેને સરકાર તરફથી ગ્રાન્ટ મળે છે. ( ૩ જૈન શ્રાવિકાશાળા–ગુલાબવિજયજીના ઉપાશ્રયમાં આ અતિ ઉપયોગી સંસ્થા પિતાનું કાર્ય કરે છે. પાંજરાપોળ
સત્તરમા સૈકાને એક પરદેશી મુસાફર પોતાના પ્રવાસ ગ્રંથમાં ખંભાત વિષે લખે છે કે “શહેરમાં તેઓ લંગડા કુતરાઓ, બિલાડાઓ અને પક્ષીઓ રાખવાને હોસ્પિતાલ રાખે છે. તેઓ કીડીઓને માંસ (દાણ) પુરું પાડે છે.” ૧ - જેને એટલે દયા ધર્મનું સ્વરૂપ. તેમના અણુઅણુમાં દયા વ્યાપેલી હોય છે, પશુપક્ષીઓ અને જળચર જીવો માટે તેઓ તનમન અને ૧ “ગુજરાતી” ને દશેરાને અંક ઈ. સ. ૧૯૨૮ યુરોપી મુસાફરો એ
નામનો લેખ જુઓ.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org