________________
૧૩૮
ખંભાતને પ્રાચીન જૈન ઇતિહાસ. પાળ તેજપાળના દહેરામાં કે અચળગઢના દહેરામાં મુખ્ય મંદિરની આસપાસ અથવા બાજીપર આવી હારબંધ તીર્થકરોની પ્રતિમાઓ છે, તે દરેક ઉપર શિખર હોય છે. તેવીજ રીતે ભાટવાડાના મોટા જીનાલયમાં છેક નીચેના માળે તેવી પ્રતિમાઓ છે. એટલે તેની રચના અન્ય પ્રખ્યાત જૈન મંદિરેથી કઈ રીતે ઉતરે એમ નથી.
કારીગરી–આબુના મંદિર જેવી કારીગરી સઘળે છેતી નથી; પરંતુ સામાન્ય કારીગરી તો સર્વ જૈન મંદિરમાં હોય છે; આધુનિક મંદિરોમાં સાદાઈ વધારે જોવામાં આવે છે, ખારવાડામાં શ્રી સીમંધરજીન (મહાવિદેહ વિહરમાન) ના મંદિરમાં આરસની છત્રી શિલ્પકળાને સારો ખ્યાલ આપે છે. મોટા ભાટવાડાના જૈન મંદિરમાં જુદા જુદા રંગના વપરાયેલા આરસના પત્થરો તેની સુંદરતામાં અનેક ઘણો વધારો કરે છે. ગીમટીમાં શ્રી મહાવીર પ્રભુના જીનાલયમાં સઘળે - કોચ જડી દીધા છે; તે સર્વ મંદિરેમાં ભાત પાડે છે. શ્રી સ્તંભન પાર્શ્વનાથના નવીન પ્રાસાદની રચના, કારીગરી અને ચિત્રકામ હરકેઈને મહ ઉપજાવ્યા વિના રહેશે નહિ. આળીપાડાના શાંતિનાથના મંદિરમાં રંગમંડપને ભાગ પ્રાચીન કારીગરીને નમુને છે.
. એકંદરે જોતાં ખંભાતના જૈન મંદિરે કારીગરી, કળા, સુંદરતા, સ્વચ્છતા, સ્થાપત્ય વગેરે બાબતમાં અન્ય શહેરોના જીનમંદિરે કરતાં કઈ રીતે ઉતરતાં નથી. હા, એક મંદિરમાં તે સઘળું દૃષ્ટિએ નહિ પડે પરંતુ દરેકમાં કંઈને કંઈ નવીનતા છેજ.
૧૬–ઉપાશ્રયે અને સંસ્થાઓ. સત્તરમાં સૈકામાં કેટલા ઉપાશ્રયે હતા તેની ગણતરી તે સમયના કવિ ઋષભદાસ જણાવે છે કે
પંચ્યાસી જિનના પ્રાસાદ, ધ્વજ તરણ તિહાં ઘંટનાદ, પિસ્તાલીસ જિહાં પિષધશાલ કરઈ વખાણ નિવાચાલ.
(હીરવિજયસૂરિ રાસ. )
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org