________________
૧૨૬
ખંભાતને પ્રાચીન જૈન ઇતિહાસ. ભેદ અને ભાષા સાર્થના દેષ-આક્ષેપ તેના પર મૂકી શકાશે. કારણ કે તેણે પોતાની સર્વ કૃતિઓ ખંભાતમાંજ રહીને કરી છે. આથી તેની ભાષાને અભ્યાસ ખંભાતના આસપાસના પ્રદેશમાં અને ગુજરાતમાં ઈ. સ. સત્તરમા શતકના પ્રારંભથી કેવા પ્રકારની ભાષા પ્રચલિત હતી તેના ઘણે સારે અને સત્ય ખ્યાલ આપી શકે તેમ છે.” ૧ કવિએ ખંભાતનું કરેલું વર્ણન (સં. ૧૬૮૫)
ગુરૂ નાર્મિ મુઝ પહેતી આસ, ત્રંબાવતીમાં કી રાસ, સલ નગર નગરીમાંહિ જોય, ત્રંબાવતી તે અધિકી હોય. સકલ દેશ તણે શિણગાર, ગુજ્જર દેશ નર પંડિત સાર, ગુજ્જર દેશના પંડિત બહુ ખંભાતિ અગલિ હારઈ સહુ જિહાં વિવેક વિચાર અપાર વસઈ લેક જિહાં વર્ણ અઢાર, એલષાઈ જિહાં વરણાવરણ સાધુ પુરુષનાં પૂજઈ ચરણે. વસઈ લોક વારૂ ધનવંત, પહિરઈ પટેળાં નારિ ગુણવંત, કનક તણું કદરા જડ્યા, ત્રિણ્ય આંગલે તે પહુલા ઘડયા. હીરતણ કદરા તલઈ કનકતણાં માદલી મલાઈ, રૂપક સાંકલિફ બી ખરી, સેવન સાંકલી ગલિ ઉતરી. વડા વાણીઆ જિહાં દાતાર, સાલૂ પાઘડી બાંધી સાર, લાંબી ગજ ભાંખું પાંત્રીસ, વાધતાં હરષઈ કર સીસ. ભઇરવની એ તાઈ જ્યાંહિ, ઝીણે ઝગા પહિ તે માંહિ, છટી રેશમી કહિઢિ ભજી, નવગજ લંબ સવ તે ગાજી. ઉપરિ ફાલીઉં બાંધઈ કેઈ, ચાર પઈઆનું તે જોઈ, કઈ પછેડી કોઈ પામરી સાઠિ સુપઈઆની તે ખરી. પહિરિ રેશમી જેહ કભાય એક શત રૂપીઆ તે થાઈ, હાથે બહિરષા બહુ મુદ્રિકા, આવ્યા નર જાણું સ્વર્ગથકા. પગે વાણહી અતિ સુકમાલ, શ્યામ વર્ણ સબલી તે જાલ, તેલ ફૂલ સુગંધ સનન અંગિ વિલેપન તિલક નિ પાન. એહવા પુરુષ વસિં જેણિ ઠાહિ, સ્ત્રીની શોભા કહી ન જાય, રૂપિ રંભા બહુ શિણગાર, ફરી ઉત્તર નાપઈ ભરતાર.
અટું નગર તે ત્રંબાવતી, સાયર લહિરી જિહાં આવતી, ૧ પાંચમી સાહિત્ય પરિષદને અહેવાલ તથા નિબંધ સંગ્રહ સાક્ષર મોહનલાલ દલીચંદ દેશાઇન લેખ પૃ ૨૭.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org