SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૨ ખંભાતને પ્રાચીન જૈન ઇતિહાસ શત્રુંજય, ગિરનાર અને આબુની જાત્રાઓ કરી હતી. બહુ ધાર્મિક અને જૈન ધર્મપર અત્યંત પ્રેમ ધરાવનારા હતા. કવિના પિતાનું નામ સાંગણ સંઘવી હતું અને માતાનું નામ સરૂપાદે હતું. તેઓ વિસલ નગરમાં રહેતાં હતા; પછી ત્યાંથી ત્રંબાવતી એટલે ખંભાતમાં આવી વસ્યા હતા. કવિના પિતા સાંગણે પણ સંઘવી તરીકે કીર્તિ સંપાદન કરી હતી અને તેમણે પણ સંઘ કાઢયે હતે. શ્રાવક તરીકે ધાર્મિક ક્રિયાઓ કરી પિતાના પિતાના જેવી ધાર્મિક ભાવનાઓ ધરાવતા હતા. કવિ અષભદાસનામાં એ પૂર્વજોના ગુણો ઉતરી આવ્યા હતા. તે જૈન ધર્મ પર સારી પ્રીતિ ધરાવતા હતા અને જેન ધર્મના સર્વ સિદ્ધાંતોનું પાલન કરવા તે ચુકતા નહિ. કવિને ભાઈભાંડુ હતા તેમજ સુલક્ષણી સ્ત્રી તથા બાળકો હતા. બાળકે પણ સગુણી અને વિનયશીલ હતાં. કુટુંબમાં સંપ સારો હતો, અને લોકોમાં તેમની પ્રતિષ્ઠા સારી હતી. કવિની સ્થિતિ પૈસે ટકે સારી હતી. ઘેર ગાય ભેંસ દુઝતી હતી આ ઉપરથી જણાય છે કે તે વૈભવશાળી પણ હશે. કવિ જૈન શ્વેતાંબર સંપ્રદાયના તપાગચ્છના હતા. અને તેમના સમયમાં પ્રથમ તે ગચ્છની ૫૮ મી પાટપર હીરવિજયસૂરિ હતા. તે સં. ૧૬પર ના ભાદરવા સુદ ૧૫ ને દિવસે ઊના ગામમાં સ્વર્ગવાસી થયા. ત્યાર પછી તેમની પાટ ઉપર વિજયસેનસૂરિ થયા. આ સૂરિ તે કવિ ઋષભદાસના ગુરૂ હતા. તેઓએ કવિ વભદાસને શિષ્ય તરીકે ઘણા શાસ્ત્રોનું અધ્યયન કરાવ્યું હતું. વિજયસેનસૂરિ સ્વર્ગવાસી થતાં તેમના પછી વિજયદેવસૂરિ થયા. ને ત્યાર પછી વિજાણંદસરિ થયા. તેમને પણ કવિએ ગુરૂ તરીકે સ્વીકાર કર્યો હતો. કવિને શી રીતે કવિત્વ શક્તિ પ્રાપ્ત થઈ તે સંબંધમાં જનશ્રુતિ છે કે કવિ વિજયસેનસૂરિ પાસે અભ્યાસ કરતા હતા ત્યારે એક રાત્રે ગુરૂએ પોતાના શિષ્ય સારૂ સરસ્વતી દેવીને પ્રસન્ન કરીને પ્રસાદ મેળવ્યો હતું. કે જે પ્રસાદ રાત્રિએ ઉપાશ્રયમાંજ સૂઈ રહેલા રાષભદાસના જાણવામાં આવતાં તેમણે પોતે જ આરોગી લીધો અને તે મહાન વિદ્વાન થયા. આથી તે નીચે જણાવેલી ઘણી કૃતિઓ કરવા ભાગ્યશાળી થયા. કવિએ કરેલી કૃતિઓનામે રચા સંવત અને સ્થાન. ૧ શ્રીરીષભદેવને રાસ ગાથા ૧૨૭૧ ૨ શ્રી ભરતેશ્વરને રાસ , ૧૧૧૬ સં. ૧૬૭૮ પિષસુદનગુરૂ ખંભાતમાં Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005349
Book TitleKhambat no Prachin Jain Itihas
Original Sutra AuthorN/A
AuthorNarmadashankar T Bhatt
PublisherAtmanand Janma Shatabdi Smarak Trust
Publication Year1940
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy