________________
સ્થંભતીર્થ અને ધાર્મિક મહાજને.
૧૧૩ બુધવારે ગાંધી વિરદાસ તથા તેના ભાઈ ગાંધી કુંવરજી અને ધર્મદાસે મળીને આ પાદુકા કરાવી અને શ્રી વિજયસેનસૂરિએ તેની પ્રતિષ્ઠા કરાવી છે. નાગજી–(સં ૧૬૮૫) - નાગજીના પિતાનું નામ સાવસ્થા હતું. સ્થાનસાગરે સં. ૧૬૮૫ ના આસો વદ ૫ ને દિવસે ખંભાતમાં “અગડદત્ત” રાસ બનાવ્યો છે. તેના અંત ભાગમાં તે નાગજીને નીચે પ્રમાણે પરિચય કરાવે છે.
વડ વ્યવહારી જાણી, ભૂપ દીઈ જસ માન ! સાવસ્થા સૂત નાગજી, ઉત્તમ પુરુષ પ્રધાન–૭૫૮ દૃઢ સમતિ નિત ચિત ધરઈ સારઈ જિણવર સેવ, ભક્તિ કરઈ સાતમી તણું, કુમતિ તણું નહિ ટેવ.–૭૫૯ રૂપવંત સહઈ સદા સુંદર સુત અભિરામ, સકલ કલા ગુણ આગરૂ સહઈ જિસ્યો કામ–૭૬૦ મુનિ સુત્રત પસાઉલે દિન અધિક નૂર વિધિપક્ષ ગછિ હાવી૩, પુન્ય તણું કરિ પૂર.—૭૬૧ તસ આગ્રહ જાણું ઘણે, ચરિત રચિઉ મનહર
અગડદત્ત ઋષિરાયને, એહ સંબંધ ઉદાર –૭૬૨ સમજી શાહ-શ્રી વિજયસેનસૂરિએ સં. ૧૬૭૨ ના જેઠ વદ ૧૧ ને દિવસે અકબર પુરમાં સ્વર્ગવાસ ર્યો. તે વખતે આગ્રાના રહીશ ચંદુ સંઘવીએ જહાંગીર બાદશાહ પાસેથી દસ વીઘાં જમીન લીધી હતી. તે જમીન ઉપર સમજી શાહે સ્તુપ બાંધ્યો હતો. પાછળથી તે સ્તૂપનું શું થયું તે ખબર પડતી નથી. પરંતુ ખંભાતના ભેચરાપાડાના શાંતિનાથ જીનાલયના મૂળ ગભારામાં ડાબા હાથ તરફ પાદુકાવાળો પત્થર છે. તેના ઉપરના લેખ ઉપરથી જણાય છે કે આ પાદુકા તેજ છે કે જે સમજીશાહે વિજ્યસેનસૂરિના સ્તુપ ઉપર સ્થાપના કરી હતી. આ લેખ નીચે પ્રમાણે છે-વિ. સં. ૧૬ ના મહા સુદી ૧૩ ને રવિવારે સમજીએ પિતાની બેન ધર્માઈ, સ્ત્રી સહજલદે અને વયજલદે તથા પુત્ર સુરજી અને રામજી વગેરે કુટુંબની સાથે પોતાના કલ્યાણને માટે શ્રી વિજયદેવસૂરિ પાસે તેની સ્થાપના કરાવી.'
- અઢારમા સિકાના ધર્મપ્રેમી જે. - શ્રી રાજસાગરસૂરિ વિ. સં. ૧૭૨૨ માં અવસાન પામ્યા ત્યાર પછી તરતજ શ્રી તિલકસાગરે “શ્રી રાજસાગરસૂરિ નિર્વાણરાસ રચ્ચે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org