SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થંભતીર્થ અને ધાર્મિક મહાજનો. ૫ સુંદરિ પણિ અમરિ અનુકાર, સુંદર સોલ કર્યો શૃંગાર, શીલસખલભલભૂષણ અંગિ, સુહુંણુઈ પણિ નહીં પાપ પ્રસંગ. રર ખંભાયતિ નઉ દેવી સંઘ, કચરા મનમાં વાળે રંગ, સાધર્મિક માટઈ સનમાનિ, આગલિ બUસાર્યા બહુ માનિ. ૨૩ (કેચર વ્યવહાર રાસ) સંઘપતિ સાજણસીશાહ પણ વ્યાખ્યાન શ્રવણ કરતા હતા. એમની રિદ્ધિ સિદ્ધિ કેવી હતી– સંઘ મુખ્ય સાજણસી સાહ જ, લિનિત્ય લષમી નઉ લાહ, તિણિકરિપુરમાં અધિકઉવાન, સબલ વલી માંનઈ સુલતાન. ૨૪ અનુપમ અરડ કમલ ઓસવાલ, અષ્ટમિચંદ સરિસવરભાલ, પશિ પહિરાઈ કનક જેહનઈ, કુણ સમવડિ કીજઈ તેહનઈ. ૨૫ જસ ઘરિ આવઈ કનકરયલ, બહ કાલાપાણીના માલ, જે નવિ જાણુઈ દુષમા સમઈ સૂરય કિહાં ઊગઈ આથમઈ. ૨૬. ખંભાતના સંઘે કચરશાહને સત્કાર કર્યો અને તેને આગળ બેસાડો. ગુરુએ વ્યાખ્યાન આગળ ચલાવ્યું. તેમાં પ્રસંગેપાત જીવદયા ઉપર વિવેચન ચાલ્યું. વ્યાખ્યાન સમાપ્ત થયા પછી કચરશાહે બહુચરાજી આગળ થતો જીવવધ બંધ થાય તે માટે કાંઈ પ્રબંધ થવા ગુરૂને વિનંતિ કરી. ગુરુએ સાજણસી સાહને બેલાવી દાન આપવા તથા લક્ષ્મીને લહાવો લેવા, અધિકાર, કલા, બલ અને બુદ્ધિનો ઉપયોગ કરી જીવહિંસા થતી અટકાવવા કહ્યું. સાજણસીએ સદ્ગુરૂનાં વચન સાંભળી બહુ હરખ પામી કચરશાહને પિતાને ઘેર તેડી ગયે. તેનું પૂજન કર્યું અને સાથે બેસીને જમ્યા. કચરશાહની ચતુરાઈ જેઈ સાજણસીંહ મનમાં બહુ પ્રસન્ન થયા. પછી સાજણસી હે કેચરને પાલખીમાં બેસાડી ગામના અધિપતિ પાસે લઈ ગયો. અધિકારીએ તેમને માન આપી શા કારણથી આવ્યા તે પૂછ્યું. તેના ઉત્તરમાં સાજણસીએ જણાવ્યું કે સલખણપુરના ફેજદાર દ્રવ્ય બગાડે છે અને અંધેર ચાલે છે માટે શું ૧ કાચર વ્યવહારી રાસ ગુણવિજયે સં. ૧૬૮૭ માં રચ્યો છે. ઐ રા. સં. ભા. ૧ પૃ. ૨ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005349
Book TitleKhambat no Prachin Jain Itihas
Original Sutra AuthorN/A
AuthorNarmadashankar T Bhatt
PublisherAtmanand Janma Shatabdi Smarak Trust
Publication Year1940
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy