SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ ખંભાતને પ્રાચીન જૈન ઇતિહાસ. વિ. સં. ૧૬૫૬ ના વૈશાખ સુદ ૪ ને દિવસે સૂરિપદ ખંભાતમાં આપવામાં આવ્યું. સૂરિપદ મહેસવ–સર્વ વ્યવહારીઓની કે ણિમા શિરોમણી સમાન શ્રાવક સા. શ્રીમલ નામે શ્રેષ્ઠી પોતાના ભત્રીજા સા. સમાં શ્રેષ્ઠીની સાથે આચાર્ય પદની સ્થાપના નિમિત્તે પાર્જિત શુભ દ્રવ્યને વ્યય કરવાની ઈચ્છાથી મરૂ, મેદપાટ, લાટ, સૌરાષ્ટ્ર, કચ્છ, કુંકણ, ગુર્જર આદિ દેશમાં ગામે ગામ અને શહેરે શહેર કુકુમ પત્રિકાઓ મકલી સંઘજનેને સ્વગ્રામમાં પધારવા વિજ્ઞપ્તિ કરી. તદનુસાર હજારે શ્રાવકોને મહાન સમુદાય ત્યાં એકત્રિત થયો. ત્યારપછી તે શ્રીમલ્લ શ્રેણીએ મનહરતાથી સ્વર્ગના સુંદર વિમાનને તિરસ્કાર કરે એવા પિતાના ભવ્ય જિનભવનમાં દિવ્ય કુલવડે વિભુષિત શકમંડપ સમાન એક મહાન મંડપ બનાવી, ગચ્છાધિપતિ શ્રી વિજયસેનસૂરિશ્વરને સૂરિપદ પ્રદાન કરવાની પ્રાર્થના કરી. ત્યારબાદ તેની લાગણું ભરેલી વિજ્ઞપ્તિને સૂરિ મહારાજે સહર્ષ સ્વીકાર કરી વૈશાખ સુદિ ૪ ને શુભ દિવસે શ્રી વિજયદેવસૂરિ એ નામપૂર્વક સૂરિપદ પ્રદાન કર્યું. શ્રીમલ્લ કેડી આ મહાન કાર્યથી સંતુષ્ટ થઈ પિતાને કૃત કૃત્ય માની સંઘ સમુદાયની એવા પ્રકારે ભક્તિ કરી કે જેથી લોકો તેને સાક્ષાત કલ્પવૃક્ષ સમાન માનવા લાગ્યા. મહત્સવમાં તેણે બધા મળીને દસ હજાર રૂપીઆ પખરચ કર્યા તેના બીજે દિવસે ભાતમાંજ વસનાર ઠકકર કીકા નામે શ્રાવકે તેજ સૂરિપદના ઉત્સવ નિમિત્તે આઠ હજાર રૂપિઆને વ્યય કરી શ્રી વિજયદેવસૂરિના આચાર્યપદમાં પ્રતિષ્ઠા મેળવી. આ સમયે આચાર્યશ્રી સાથે ૭૦૦ સાધુ હતા. સુરિજીને ચમત્કાર–ખંભાતમાં એક દેવચંદ્ર નામે શ્રેષ્ઠી હતો. તેને બે સ્ત્રીઓ હતી. તેઓ બંને વિ. સં. ૧૬૭૩ના વર્ષે ઉત્પન્ન થયેલા નવીન ઉપાધીમતને માનનારી હતી. કાલાંતરે શેઠ મરણ પામી દેવપણે ઉસન્ન થયો. તેણે પોતાની સ્ત્રીઓને ઉપાધીમત છોડવા માટે ઘણી વખત સૂચનાઓ કરી પણ તેઓએ એ તરફ બીલકુલ લક્ષ આપ્યું નહિ. એક ૧ પંભનયર ઉચ્છવ ઘણું શ્રી વિજયસેન ભલું કીધું રે સંઘ સહિત શ્રી વિજયદેવ નઈ ગછનાયકપદ દીધું રે–૧૨ દાન કુશળ રચિત સજઝાય—એ. સ. મ. ભા. ૧લે. ૨ એક સંસ્કૃત હસ્તલિખિત પત્ર ઉપરથી “પુરાતત્વ” પુ ૨ જું પૃ. ૪૬૦ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005349
Book TitleKhambat no Prachin Jain Itihas
Original Sutra AuthorN/A
AuthorNarmadashankar T Bhatt
PublisherAtmanand Janma Shatabdi Smarak Trust
Publication Year1940
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy