________________
પ્રસ્તાવના
શ્રી જિનેશ્વર દેએ ઉત્તમ અવશ્યક ક્રિયાઓ બતાવી છે. ભવભ્રમણને વધારનારી અને આત્મગુણોનું નિકંદન કાઢનારી પાકિયાએ પલાયન થાય અને કલપેવેલડી સમાન પ્રતિકમણની ક્રિયાઓમાં જોડાવાનું મન થાય અને રસ પડે તેવા શુભ આશયથી આ લખાણ તૈયાર કરેલ છે. આ સંકલન કરવામાં અનેક પુસ્તકોના વાંચન-મનન-ચિંતનને સહયોગ મળ્યો છે, તે સૌને હૃદયપૂર્વક આભાર માનું છું.
આ પુસ્તકમાં જે કાંઈ વિશિષ્ટતા છે તે તેઓની છે. જે કાંઈ સુટી છે તે મારી છે. વાંચકોને જે કંઈ વિચારણીય બાબત જણાય તે જણાવે તે ભૂલનું પરિમાર્જન કરી શકાય.
પૂ આ. ચિદાનંદસૂરિ મહારાજે પોતાનું કામ માની પુસ્તકનું સંશોધન આદિ કરી આપેલ છે. તેઓને ઉપકાર શી રીતે ભૂલાય? તેમજ પંડિત મફતલાલ સંઘવી ડીસાવાલાએ પુસ્તકને સુંદર રીતે સંમાર્જન કરી આપી પુસ્તકને શોભાવ્યું છે.
ભવ્યાત્માઓ દુર્લભ માનવજીવન અને જિનશાસન પામી મોક્ષ પામવા પુરૂષાથી બને એ શુભાભિલાષા.
શ્રી જિનાજ્ઞા વિરૂદ્ધ કાંઈપણ લખાયું હોય તે ત્રિવિધે મિચ્છામિ દુક્કડં.
લિ.
પં. પ્રભાકરવિજય
વડોદરા.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org