________________
અનાદિના અવળા રાહ પ્રત્યેના રાગમાં હવે પછી ન રંગાવાની ચાનક-ચીવટ રહે અને મેક્ષમાર્ગમાં દઢતાપૂર્વક આગળ વધવા માટે સુદેવ-સુગુરુ સુધર્મની જ આરાધના અનિવાર્ય હેવાના શાસ્ત્રમતમાં તેની નિષ્ઠા બરાબર જળવાય.
કુદેવ-કુગુરુ-કુધર્મને સેવવાથી સાંસારિક સુખની ભૂખ
વધે છે.
સુદેવ-સુગુરુ-સુધર્મને સેવવાથી મોક્ષના અવ્યાબાધ સુખની ભૂખ કકડીને લાગે છે.
સ્વપ્નમાં ખાધેલી સુખડીથી ભૂખ ભાંગતી નથી, તેમ સાંસારિક સુખથી આત્મા સુખી થતો નથી, પરંતુ તે વધુ દુઃખના કારણરૂપ અશુભ કર્મ વડે વધુ બંધાય છે.
એટલે તવત્રયના સાચા આરાધકે સાંસારિક સુખના આશયથી ધર્મ કરતા નથી, પણ મેક્ષના અવ્યાબાધ સુખના ઉત્તમ આશયથી ધર્મ કરે છે.
પર વસ્તુના ભેગવટામાં સુખ માણનાર જીવ, આ સંસારમાં ક્યાંય સુખી થઈ શકતું નથી, પણ કેવળ પાપના પિટલા બાંધતે રહીને વધુ દુઃખી થાય છે.
સાચુ સુખ ધર્મથી જ છે એ ટંકશાળી સૂત્રમાં સંપૂર્ણ આસ્થા રાખીને આપણે જે પ્રતિકમણાદિ અનુષ્ઠાન કરીશું તે તે અચૂક આત્મશુદ્ધિમાં પરિણમશે.
- તાલી-મિત્ર (જુહારમિત્ર) જેવા સાંસારિક સુખો માટે ધર્મ કરે એ તે સેનાની કલ્દી સાટે સડેલી સેવ ખરીદવા જે અવળે નુકસાનકારક ધંધો છે.
ભૌતિક સુખની ઘેલછા મને આ સંસારમાં ભૂતની જેમ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org