SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ પ૬ અને વર્તમાન એ ત્રણ કાળમાં થયેલી વિરાધનાનો મિચ્છામિ દુક્કડં” દેવા માટે ત્રણથી ગુણતાં ૩૦૪૦૨૦ થાય. તેને શ્રી અરિહંત. સિદ્ધ, સાધુ, દેવ, ગુરૂ અને આત્મા એ છની સાક્ષીએ “મિચ્છામિ દુક્કડં? દેવા માટે છ વડે ગુણતાં ૧૮ ૨૪ ૧૨૦ થાય. “મિચ્છામિ દુક્કડ'નું પ્રમાણ આ રીતે શાસ્ત્રમાં આપેલું છે. આ સૂત્રમાં જે જે જીવ વિરાધનાઓમાં જે જે જીવોના નામ આપેલાં છે, તે સૂત્રકાર ભગવંતની નિતાંત હિતબુદ્ધિના પરિજ્ઞાયક છે. જે જીવો તરત આપણા ખ્યાલમાં નથી આવતા. તે જીવો આ નામે લેખ દ્વારા તરત ખ્યાલમાં આવે છે. આ સૂત્રમાં ચૌદ રાજલેકના સર્વ જીવોને “ મિચ્છામિ દુક્કડં' આપવામાં આવ્યું છે. અર્થાત્ ભવભવાંતરમાં ભટકતાં તેમજ વર્તમાનકાળે જે કંઈ જીવને દુભવવાનું, રંજાડવાનું કે તેવું બીજુ જે કોઈ પાપ આ આત્માએ કર્યું હોય, તે દુષ્કૃતની તે–તે જીવ પાસે નિર્દભપણે ત્રિવિધ ક્ષમા યાચવાની જિનપતિની યથાર્થ પ્રતિષ્ઠા આ સૂત્રમાં કરવામાં આવી છે. “તસ્સ મિચ્છામિ દુક્ક” એટલે મારું તે દુષ્કૃત મિથ્યા થાઓ.’ પિતાના દુષ્કતની આ રીતની ગહ એ પણ સુકૃતનો એક પ્રકાર છે. એટલે ચૌદ રાજલોકના કોઈ એક પણ જીવને આપણે ન ખમાવીએ તે આપની ઈરિયાવહી અધૂરી રહે. - ચોપડામાં એક રકમ ખોટી છે, તે આખો ચોપડો ખોટે કહેવાય છે, તે જ રીતે ઈરિયાવહી સૂત્રની અંદર Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005347
Book TitlePratikraman Rahasya Prakash
Original Sutra AuthorN/A
AuthorPrabhakarvijay
PublisherJain Aradhana Trust
Publication Year1990
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy