SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ પષ એટલે આ સૂત્ર બેલતાં–બોલતાં અઈમુત્તા મુનિરાજ કેવળજ્ઞાન પામ્યા. આ બાળમુનિરાજની કથા જાણીતી છે. કોઈપણ જીવની વિરાધના, તેને સંતાપવો, દુભવવો, રંજાડવો, ચગદવો તે પાપ છે, પછી ભલે તે જીવ એકેન્દ્રિય હોય કે પંચેન્દ્રિય, પણ છે તે જીવ જ. એટલે તેને લવલેશ દુઃખ પહોંચાડવારૂપ પાપની ત્રિવિધ પશ્ચાત્તાપપૂર્વક ક્ષમા યાચવાનું ધર્મકાર્ય આ સૂત્ર દ્વારા સંપન્ન થાય છે. એટલે જયણધર્મનું જીવની જેમ જતન કરવાનું સ્પષ્ટ વિધાન આ સૂત્રમાં છે. પ્રમાદ સેવવાથી–જયણું લેપાય છે, જયેનો લેપ થવાથી ધર્મ ટૂંપાય છે. પાપ પિષાય છે. આ સૂત્રમાં ૧૮૨૪૧૨૦ મિચ્છામિ દુક્કડના ભાગમાં રહેલા છે તેનું ગણિત નીચે પ્રમાણે છે. તે આ સૂત્રમાં વર્ણવેલ અભિયા, વરિયા, લેસિયા, આદિ દસ પદ જીવવિરાધનાના કારણભૂત છે.” દુનિયામાં જેટલી–જેટલી સજા તેમજ પરમાધામીએ નારકીમાં રહેલા જીવોને મારકૂટ આદિ વેદનાઓ આપે છે, તે આ દસ પ્રકારમાં સમાઈ જાય છે. એટલે જીવના પ૬૩ ભેદોને ૧૦ થી ગુણતાં ૫૬૩૦ થાય. આ વિરાધના રાગ તેમજ ષથી થાય છે એટલે પદ૩૦ ને બે વડે ગુણતાં ૧૧૨૬૦ થાય. મન, વચન, કાયા એ ત્રણ ગે કરીને વિરાધના થાય છે. તેથી તેને ત્રણે ગુણતાં ૩૩૭૮૦ થાય. તેને કરવું, કરાવવું અને અનુમેદવું એ ત્રણ પ્રકારે ગુણતાં ૧૦૧૩૪૦ થાય. તેને ભૂત, ભવિષ્ય Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005347
Book TitlePratikraman Rahasya Prakash
Original Sutra AuthorN/A
AuthorPrabhakarvijay
PublisherJain Aradhana Trust
Publication Year1990
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy