________________
ગૃહસ્થ પ્રતિકમણને પ્રારંભ ગુરૂ મહારાજની અનુપસ્થિતિમાં શ્રીનવકાર અને પંચિંદિય સૂત્ર બેલીને ભાવાચાર્યની સ્થાપના કરીને કરે છે.
જેને આપણે “સ્થાપનાજી” કહીએ છીએ, તે ભાવાચાર્ય ભગવંતનો સ્થાપના નિક્ષેપ છે.
આ પંચિંદિય સૂત્રમાં ભાવાચાર્ય ભગવંતના ૩૬ ગુણેનું વર્ણન છે.
પંચિદિય પછી “ઈચ્છામિ ખમાસમણે વંદિઉં” સૂત્ર બેલાય છે, કારણ કે કોઈ પણ સત્કાર્યમાં બહુગુણ મહાપુરુષને નમસ્કાર કરવાનું વિધાન છે. આ નમસ્કારથી આપનો અહંકાર ઘટે છે. સત્કાર્ય પ્રાયઃ નિર્વિકને સંપન્ન થાય છે.
“ઈરિયાવહી” સૂત્રમાં ગુરૂની આજ્ઞાનું મહત્ત્વ છે.
અમેઘ જિનાજ્ઞાના અંગભૂત ગુરૂજીની આજ્ઞા છે, તે માથે ચઢાવીને સત્કાર્યની શરૂઆત કરવાથી માથે ચઢી બેઠેલો અહંકાર પગની પાનીએ ધકેલાય છે.
આ સૂત્રને “ઈરિયાપથિકી” સૂત્ર પણ કહે છે. ઈરિયા એટલે ચાલવું, પથિકી એટલે પથ–રસ્તે. અર્થાત્ રસ્તે ચાલતાં જે કઈ દોષ લાગ્યા હોય તેની ક્ષમા આ સૂત્ર દ્વારા યાચવામાં આવે છે.
રસ્તે ચાલતાં લાગેલા દોષની ક્ષમા યાચવા પૂરતું આ સુત્ર સીમિત નથી, પણ માનસિક વાચિક કે કાયિક દોષ લાગે છે તેની ક્ષમાયાચના આ સૂત્રદ્વારા કરાતી હોય છે.
ઈરિયાવહી સૂત્રમાં ઉપયોગ રમણતાનો ગહન મર્મ છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org