SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ નહિતર પ્રતિક્રમણ લાગુ પડે છતાં પાપવૃત્તિ પાતળી પડ્યા સિવાય ન રહે. પણ પ્રતિકમણની પરિણતિ આડે મોટો અવરોધ તો આપની પિતાની સાતે ધાતુઓની કમજોરી પેદા જે કેલસે ચાવવાથી માં લાલ થાય, તે અન્યાય, અનીતિ, અધર્મ આદિના સેવનથી આત્મા ઉજળે બને ! પ્રત્યેક વિવેકી પુરુષ પિતાની આવક-જાવકનું ચોકખું ચિત્ર હંમેશાં ધ્યાનમાં રાખીને ખર્ચ કરે છે તેના કારણે તે દેવાદાર બનતું નથી. તે જ રીતે પ્રત્યેક ધર્મારાધકે પણ પિતાના રજીદા જીવનમાં થતાં પાપ-પુણ્યનાં કાર્યોની પાકી ખતવણું કરવી જોઈએ. " એમ કે આજ સવારથી સાંજ સુધીમાં હું કેટલીવાર જૂઠું બોલ્યો. કેટલો સમય ક્ષેધ, માનાદિ કષાયોને આપ્યો. કેટલો સમય છકાય જીવની રક્ષામાં સાર્થક કર્યો. કેટલો સમય પરપદાર્થના ધ્યાનમાં બરબાદ કર્યો. મારી પાંચે ઈન્દ્રિયે આજે કેટલીવાર શ્રી પંચ પરમેષ્ઠિ ભગવંતોના તે–તે આગવા વિષયમાં લયલીન રહી અને કેટલીવાર પૌગલિક શબ્દ, રૂપ, રસ, ગંધાદિમાં મશગુલ રહી. આવી સ્પષ્ટ, નિર્દભ નોંધ આરાધક માટે ખાસ જરૂરી છે. એકવાર મેં મારા અનન્ય ઉપકારી ગુરૂદેવશ્રીને પૂછ્યું. કૃપાળુ! રોજ ગણાતા શ્રી નવકારની નેધ રાખું ? Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005347
Book TitlePratikraman Rahasya Prakash
Original Sutra AuthorN/A
AuthorPrabhakarvijay
PublisherJain Aradhana Trust
Publication Year1990
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy