________________
૩૨ છાણાં સાથે ભૂલથી પાડોશનું છાણું લઈને તે છાણથી બનાવેલી રઈ પુણઆજીએ એકાસણામાં વાપરી હતી.
શુદ્ધ ચાંદની જેવા અધ્યવસાયની સતત સુરક્ષામાં આવે દોષ પણ નાવમાં છિદ્ર સમાન ગણાય છે. - આજકાલ અનેક આરાધકે પૂજ્ય મહાત્માઓ પાસે આવીને ફરિયાદ કરે છે કે, “સાહેબજી! અમારૂં મન શ્રી નવકારમાં લાગતું નથી. અમારૂં ચિત્ત સામાયિકમાં ચુંટતું નથી.”
પિતાની નબળાઈનો આ નિખાલસ એકરાર કરનારને ધન્યવાદ છે, પણ એટલે જ અટકી ન જવાય, પરંતુ તેનું કારણ શોધીને તેનું નિવારણ કરવાની અપૂર્વ ધગશ, તાલાવેલી, તમન્ના પેદા કરવી જોઈએ.
નિયમ છે કે રૂચિ અનુસાર વીર્ય સ્કુરાયમાન થાય છે જે માણસને જે પદાર્થમાં રૂચિ હોય છે, તે પદાર્થમાં તે અલ્પ પ્રયત્ન એકાકાર બની જાય છે.
આ નિયમ અનુસાર વિચારતાં જે આપણને આત્મા અને તેના ગુણેમાં ખરેખર રૂચિ હોય, તે શ્રી નવકાર અને સામાયિક કે જે આત્માથી અભિન્ન છે તેમાં ખરેખર રૂચિ જાગવી જોઈએ.
પણ આપણે તે પર પદાર્થો પ્રત્યે મહદ્અંશે પાગલ છીએ એટલે પછી કટાસણા પર બેઠા પછી પણ આપણું મન આત્માને હવાલે નથી કરી શકતા. કેટલાક ભાઈ–બહેને તે ઘડી કે ઘડિયાળ સામે જોઈને ૪૮ મિનિટ પૂરી થવાની
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org