________________
૩૩
પ્રતીક્ષા કરે છે. એમ કે ૪૮ મિનિટ પૂરી થાય એટલે એક સામાયિક આવી ગયું ગણાય.
દ્રવ્ય-સામાયિક પૂરતી આ માન્યતા કદાચ ઠીક ગણાતી હોય તે પણ ભાવ સામાયિકની અપેક્ષાએ એ ભ્રામક છે. - રાત-દિવસ સંસાર-સરસા રહીએ અર્થાત્ સાંસારિક પ્રપંચમાં ગળાબૂડ રહીએ અને પછી એકાએક જીવ સામાયિકમાં સ્થિર થાય એ કઈ રીતે શકય નથી.
બે ઘડીના શાક્ત સામાયિકના અચિન્ય સામર્થ્યનું જે પ્રતિપાદન શાસ્ત્રોએ કર્યું છે તેના પર ચિંતન કરીશું તે સમજાશે કે તેવું સામાયિક પાપ વ્યાપારમાં અરૂચિ જાગ્યા પછી યથાકાળે આવે છે.
એટલે પૂછીએ આપણુ મનને કે તને ખરેખર રૂચે છે શું ? મેશ કે સંસાર? ધર્મ કે પાપ ?
જે આપણને મોક્ષના અવ્યાબાધ સુખની રૂચિ હેય, તે સામાયિક અવશ્ય રૂ. પાપ વ્યાપાર જરાય ન રૂચે.
મન-વચન-કાયાને નિષ્પા૫ વ્યાપારમાં જોડવાની બહુ ઓછી રૂચિનું કારણ સાંસારિક સુખ પ્રત્યેની ગાઢ રૂચિ છે.
સાચું સામાયિક “આવ્યું” ક્યારે ગણાય ? –જ્યારે સમભાવ પરિણત થાય ત્યારે. આવા સામાયિકનું યથાર્થ પ્રતિપાદન... કમઠે ધરણેન્ટેચ, સ્વોચિત કર્મ કુર્વતિ, પ્રભુતુલ્ય મનોવૃત્તિ: પાર્શ્વનાથઃ શ્રિયેસ્તુઃ વઃ ૨૫ લેક દ્વારા કલિકાલ સર્વજ્ઞ ભગવંતે કર્યું છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org